Breaking NewsCrime

*ઉખરલા ગામે ભડીયામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-૨ તથા અન્ય મોબાઇલ ફોન નંગ-૨ તથા ઇલેકટ્રીક કેબલ બાળેલ તાંબાના વાયરનો ભંગાર ૪૫.૫૦૦ કિ.ગ્રા. કિ.રૂ.૧૩,૬૫૦ તથા મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ ચોરાઉ મુદામાલ કિ.રૂ.૭૩,૬૫૦/- સાથે બે ઇસમોને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર*

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પો.સ્ટે. વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન ત્રાપજ ગામે બેલા જવાના રસ્તે આવતા બેલા ગામ બાજુથી એક હીરો કંપનીની સીલ્વર કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર બે ઇસમો વચ્ચેના ભાગે પ્લાસ્ટીકના કંતાનના બે કોથળામાં કઇક શંકાસ્પદ રીતે લઇને નિકળતા તેઓને જેમના તેમ રોકી પંચોના માણસો સાથે નં.(૧) નુ નામ ઠામ પુછતા હિંમતભાઇ લાલજીભાઇ પરમાર જાતે- દે.પુ. ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.બેલા ગામ, વાડી વિસ્તાર, તા.તળાજા વાળો હોવાનુ નં.(૨) નુ નામ ઠામ પુછતા રાજુભાઇ ઉર્ફે બોડો બીજલભાઇ પરમાર જાતે- દે.પુ. ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે.લાકડીયા ગામ, હાલ બેલા ગામ, વાડી વીસ્તાર, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ મજકુર ઇસમો પાસેના ઇલેકટ્રીક બાળેલ કેબલ વાયરના તાંબાના ભંગારના બીલ, આધાર પુરાવા માંગતા મજકુર બન્ને ઇસમો પોતાની પાસે બીલ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા મજકુર ઇસમો પાસેથી મળી આવેલ કેબલ વાયરના તાંબાનો ભંગાર ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા, જે તાંબાના વાયરનો ભંગારના જેનુ વજન જોતા આશરે ૪૫.૫૦૦ કિ.ગ્રા. જેની કુલ કિ.રૂ.૧૩,૬૫૦/- નો મુદામાલ સાથે મળી આવતા મુદામાલ સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકુર  આરોપી નં.(૧) હિંમતભાઇ લાલજીભાઇ પરમાર રહે.બેલા ગામ, વાડી વિસ્તાર, તા.તળાજા વાળાની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી બે મોબાઇલ ફોન મળી જેમાં એક સેમસંગ કંપનીનો સીલ્વર કલરનો મોડલ નં.J2 જેની કિ.રૂ.૭૦૦૦/- ગણી તથા એક વીવો કંપનીનો સફેદ કલરનો મોડલ નં.૧૭૧૬ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી સી.આર.પી. સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઇસમે ચોરીનો ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલ તેમજ ચોરીનો મુદ્દામાલ હેરાફેરીમાં ઉપયોગ એક હીરો કંપનીની સીલ્વર કલરની સ્પ્લેન્ડ મોટર સાયકલ જેના આર.ટી.ઓ.રજી. નં. GJ-04-BL-5013 છે. તેની કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
મજકુર આરોપી નં.(૨) રાજુભાઇ ઉર્ફે બોડો બીજલભાઇ પરમાર રહે.લાકડીયા ગામ, હાલ બેલા ગામ, વાડી વીસ્તાર, તા.તળાજા વાળાની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી બે મોબાઇલ ફોન મળી આવતા જે એક MI કંપનીનો કાળા કલરનો મોડલ નં.Redmi go જેની કિ.રૂ.૩૦૦૦/- ગણી તથા એક MI કંપનીનો સફેદ કલરનો મોડલ નં.Redmi-5 જેની કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી, આમ કુલ ચોરાઉ મુદામાલ કિ.રૂ.૭૩,૬૫૦/- ના ચોર મુદ્દામાલ સાથે મળી આવતા   મજકુર ઇસમોને સી.આર.પી. સી.ક.૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે. મજકુર ઇસમો પાસેથી મળી આવેલ ઇલેકટ્રીક કેબલ વાયરના બાળેલ તાંબાના ભંગાર તથા મોબાઇલ ફોન બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, મજકરુ બન્ને ઇસમો આજથી આશરે પાત્રીસ દિવસ પહેલા ઉખરલા ગામે નાના ખોખરા જવાના રસ્તે આવેલ એક ભડીયામાં ચોરી કરીને બે મોબાઇલ ફોન તથા  પથ્થર તોડવાની મોટરનો ઇલેકટ્રીક કેબલ વાયર ચોરી કરીને લાવેલ જણાવતા જે અંગે ખરાઇ કરતા ઉપરોકત ચોરીનો *વરતેજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૮૦૬૭૨૦૦૫૭૨ /૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય* જેથી મજકુર બન્ને આરોપીઓને અલંગ પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા*

રિપોર્ટ વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *