ભારતનો સૌથી મોટો લાઈટ એન્ડ સાઉન્ડ શો ગબ્બર ખાતે 8 એપ્રિલ ના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યો છે ત્યારે ત્રણ દિવસ ચાલનારા કાર્યક્રમ ની રૂપરેખા નીચે મુજબ છે.
ઉત્તરપ્રદેશ નું કાશી ધર્મનગરી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નગરી તરીકે જાણીતું છે. સરસ્વતી નદીના કિનારે અંબાજી શકિતપીઠ આવેલુંછે.ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત ખાતે આગામી 8 એપ્રિલના રોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો નું લોકાર્પણ થવા જઈ રહ્યુ છે ગુજરાતના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમ મા હાજરી આપશે .13 કરોડ ના ખર્ચે ગબ્બર ના પહાડ પર રાત્રીના સમયે લોકો લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકશે .ગબ્બર પરિક્રમા માર્ગ પર આવેલા 51 શક્તિપીઠ ના તમામ મંદિરો સુધી આરતી સંભળાય તે માટે સ્પીકર પણ મુકવામાં આવ્યા છે.8 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી ત્રણ દિવસ સુધી ચાલનારા તમામ કાર્યક્રમ ગબ્બર ખાતે અને 51 શક્તિપીઠ ખાતે યોજાનાર છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તમામ ધર્મપ્રેમી જનતા ને આમંત્રણ આપવામા આવ્યું છે. કલેક્ટર અને વહીવટદારે મંદિર ના ગેટ પાસે શક્તિરથનુ પ્રસ્થાન કરાવ્યું હતું.
@@ 8/4/2022 ના કાર્યક્રમ ની વિગત @@
[1] મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ 51 શક્તિપીઠ ના માર્ગમા આવેલ તમામ મંદિરોની પ્રક્ષાલન વિધિ
સ્થળ – 51 શક્તિપીઠ ના તમામ મંદિરો ગબ્બર
સમય – સવારે 6 થી 8:30 સુધી
[2] શોભાયાત્રા /જયોતયાત્રા /પરિક્રમા યાત્રા
સ્થળ – ગબ્બર ગેટ સર્કલ થી ગબ્બર પ્રવેશ દ્વાર સુધી
સમય – સવારે 9 થી બપોરે 1 સુધી
[3] શક્તિયજ્ઞ
સ્થળ – 51 શક્તિપીઠના માર્ગમાં આવેલ કુલ 5 યજ્ઞશાળાઓમા
સમય – સવારે 9 થી સાંજે 5 સુધી
[4] ભજન સત્સંગ
સ્થળ – સંકુલ – 5 (મંદિર નંબર 10)
સમય – સવારે 10 થી સાંજે 4 સુધી
@@ 9/4/2022 ના કાર્યક્રમ ની વિગત @@
[1] આનંદ ગરબા અખંડ ધુન
સ્થળ – ગબ્બર પર્વત પ્રવેશ દ્વાર ખાતે (સંકુલ – 11)
સમય – સવારે 9 થી બીજા દિવસ સવારે 9 વાગ્યા સુધી
24 કલાકની અખંડ ધુન
[2] ધજા અર્પણ કાર્યક્રમ /પરિક્રમા
સ્થળ – 51 શક્તિપીઠ ના પરિક્રમા માર્ગમા આવેલ તમામ મંદિરોમાં ધજા અર્પણ
સમય – સવારે 9 થી બપોરે 1 સુધી
[3] શક્તિયજ્ઞ
સ્થળ – 51 શક્તિપીઠના માર્ગમાં આવેલ કુલ 5 યજ્ઞશાળાઓમા
સમય – સવારે 9 થી સાંજે 5 સુધી
[4] ભજન સત્સંગ
સ્થળ – સંકુલ – 5 (મંદિર નંબર 10)
સમય – સવારે 10 થી સાંજે 4 સુધી
@@ 10/4/2022 ના કાર્યક્રમ ની વિગત @@
[1] આનંદ ગરબા અખંડ ધુનની પુર્ણાહુતી અને પાલખીયાત્રા
સ્થળ – કાર્યક્રમ પુર્ણાહુતી બાદ તમામ મંડળો દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમા પાલખીયાત્રા
સમય :- સવારે 9 થી
[2] શક્તિયજ્ઞ
સ્થળ – 51 શક્તિપીઠના માર્ગમાં આવેલ કુલ 5 યજ્ઞશાળાઓમા
સમય – સવારે 9 થી સાંજે 5 સુધી
[3] મહા અભિષેક /મહા આરતી કાર્યક્રમ
સ્થળ – ગબ્બર પ્રવેશ દ્વાર ખાતે
સમય – આરતી સાંજે 6:30 કલાકે
અંબાજી પ્રહલાદ પૂજારી