જામનગર: જામનગરના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પરિવાર સાથે વૃધ્ધાઆશ્રમની પરિવાર સાથે મુલાકાત કરી વડીલ વૃદ્ધો સાથે ધૂળેટીનો તહેવાર ઉજવ્યો હતો.
કોરોના ના 2 વર્ષ બાદ ભારતભરમાં હોળી ધૂળેટીનો તહેવાર લોકો ઉજવી રહ્યા છે. ત્યારે આ પવિત્ર તહેવારને જામનગરના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પરિવાર સાથે વૃધ્ધાઆશ્રમની પરિવાર સાથે મુલાકાત કરી વડીલ વૃદ્ધો સાથે ધૂળેટીનો તહેવાર ઉજવ્યો હતો. ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આજે સવારે શહેરના બે વૃદ્ધાઆશ્રમ ખાતે પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા જ્યાં આ વૃદ્ધો સાથે ગુલાલ દ્વારા તેમને તિલક કરી તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. તો બીજી તરફ હકુભા અને તેમના પરિવારને આ તમામ વૃદ્ધ વડીલો દવારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ઘરડા ઘરમાં રહેતા આ તરછોડાયેલ વૃદ્ધ વડીલો પર સ્મિત જોવા મળ્યું હતું અને તેઓએ આ આનંદને આશીર્વાદ આપી વ્યક્ત કર્યો હતો. હકુભા જાડેજા અને તેમના પત્ની દ્વારા આ ઘરડા વડીલો સાથે બેસી નાસ્તાનો પણ લાહવો માણ્યો હતો અને પોતાને આજના દિવસ દરમ્યાન વડીલોના મળેલ આશીર્વાદ બદલ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં પ્રવિણસિંહ જાડેજા સહિત હકુભાનો પરિવાર સાથે જોડાયો હતો અને આજના દિવસે આ વડીલોના જીવનમાં કલર રૂપી આનંદ આપી આ તહેવારના આનંદને માણ્યો હતો.