અમિત પટેલ અંબાજી
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી ખાતે મા અંબેના યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ-૨(બીજ) ને સોમવાર તારીખ.૧૨/૭/૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમય આ પ્રમાણે રહેશે. જેમાં સવારે આરતી-૭.૩૦ થી ૮.૦૦, દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦, મંદિર મંગળ- ૧૧.૩૦ થી ૧૨.૦૦, રાજભોગ બપોરે- ૧૨.૦૦ થી ૧૨.૩૦, દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૩૦, મંદિર મંગળ- ૧૬.૩૦ થી ૧૯.૦૦, આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦, દર્શન સાંજે-૧૯.૩૦ થી ૨૧.૦૦ કલાક સુધી કરી શકાશે. તેમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.