➡ ગુજરાત વન સંરક્ષક વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ વર્ગ-૩ (વન રક્ષક)ની 344 ખાલી જગ્યાઓ માટેની ભરતીનું ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ પરિક્ષા સમિતિ દ્રારા સમગ્ર ગુજરાત રાજયમાં ગઇ તા.૨૭/૦૩/૨૦૨૨નાં રોજ પેપર લેવા માટેનું આયોજન કરવામાં આવેલ. આ પરિક્ષામાં ગુજરાત રાજયનાં ઘણાં બધાં પરિક્ષાર્થીઓએ ભાગ લીધેલ.
➡ ગઇ તા.૨૯/૦૩/૨૦૨૨નાં રોજ સોશિયલ મીડિયાનાં માધ્ય્મથી ભાવનગરનાં પાલીતાણા ખાતે આવેલ યુવા એકેડેમીમાંથી વન રક્ષક ભરતીનું તા.૨૭/૦૩/૨૦૨૨નાં રોજ લેવામાં આવેલ પેપરમાં ગેરરીતી થયેલ હોવાનાં મેસેજ વાયરલ થયેલ.
➡પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.બી.વાઘેલાને આ પેપરમાં ગેરરીતી કયાંથી થયેલ તે સંબંધે ઉંડાણપુર્વક તપાસ કરી ઇસમોને શોધી કાઢવા માટે સુચના કરવામાં આવેલ.
➡ ભાવનગર,એલ.સી.બી. તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટાફનાં માણસોએ પાલીતાણા ખાતે આવેલ યુવા એકેડેમી નાં સંચાલક મહેશભાઇ રવજીભાઇ ચુડાસમા રહે.ભદ્રાવળ-૧,તા.તળાજા જી.ભાવનગર હાલ-પાલીતાણા જી.ભાવનગર વાળાની પુછપરછ કરતાં તેને તા.૨૭/૦૩/૨૦૨૨નાં રોજ તેનાં મિત્ર અને સામાજિક કાર્યકર નિલેશભાઇ મકવાણા રહે.વરતેજવાળાનાં મો.નં.૯૭૨૪૭૧૭૧૭૧ ઉપરથી વન રક્ષકનાં પરિક્ષાનાં પ્રશ્નપત્રનાં ફોટા આવેલ હોવાનું અને તેણે અમુક જવાબ તૈયાર કરી મોકલી આપેલ.આ સાથે તેણે આ ફોટા તેની એકેડેમીનાં ગ્રુપમાં કલાકઃ-૦૧/૦૪ વાગ્યે વાયરલ કરેલ હોવાનું અને ત્યાર બાદ ફોટા તથા મોકલી આપેલ જવાબો કલાકઃ-૦૧/૩૯ વાગ્યે ડિલીટ કરી દીધેલ.
➡ ત્યાર બાદ પેપરનાં ફોટા મોકલી આપનાર નિલેશ મનજીભાઇ મકવાણા ઉ.વ.૩૦ ધંધો-કોન્ટ્રાકટ બેઝ પર નોકરી રહે.આંબલીવાડી,નવા પ્લોટ,વરતેજ તા.જી.ભાવનગર મો.નં.૯૭૨૪૭૧૭૧૭૧વાળાની પુછપરછ કરતાં જણાવેલ કે, તેને આ વન રક્ષક ભરતીની પરિક્ષાનાં પ્રશ્નપત્રનાં ફોટોગ્રાફ તેનાં પાંચ-છ વર્ષથી સંપર્કમાં રહેલ અને તેની સાથે કામ કરતાં અને વન રક્ષક ભરતીની પરિક્ષા આપવા માટે જ્ઞાનગુરૂ સેકન્ડરી સ્કુલ, સાગવાડી,કાળીયાબીડ,ભાવનગર ખાતે બેસેલ પરિક્ષાર્થી હરદેવસિંહ કરશનભાઇ પરમાર રહે.જુના પાદરગઢ તા.તળાજા જી.ભાવનગરવાળાએ તેનાં મો.નં. ૮૩૨૦૫૩૫૦૪૦માંથી ચાલુ પરિક્ષા દરમ્યાન કલાકઃ-૧૨/૧૫ થી ૧૨/૧૭ વચ્ચે મોકલી આપતાં તેણે હરદેવસિંહ પરમારે આપેલ ત્રણ મોબાઇલ નંબરોમાં તથા મહેશભાઇ રવજીભાઇ ચુડાસમા રહે.પાલીતાણાવાળાને પેપર સોલ્વ કરવા માટે મોકલી આપેલ.જે પેપર સોલ્વ કરી આવેલ જવાબો નિલેશ મકવાણાએ એક કાગળમાં લખી પરિક્ષાર્થી હરદેવસિંહ પરમારને વોટ્સએપ માધ્યમથી મોકલી આપેલ હોવાનું જણાય આવેલ.
➡ આમ,સોશિયલ મીડીયામાં પેપર લીક થયા અંગેનાં વાયરલ થયેલ મેસેજ એકદમ ખોટા છે. આ પેપર કોપી કેસ માત્ર હરદેવસિંહ કરશનભાઇ પરમારે પોતાનાં અંગત ફાયદા માટે મોબાઇલમાં ચાલુ પરિક્ષાએ વર્ગ ખંડમાંથી પ્રશ્નપત્રનાં ફોટાઓ પાડી તેનાં મિત્રો પાસેથી જવાબો મેળવેલ હોવાનું જણાય આવેલ. જે અંગે વન રક્ષકની પરિક્ષા દરમ્યાન તકેદારી અધિકારી તરીકે ફરજ બજાવતાં ધવલકુમાર પ્રતાપભાઇ અડવાણી ધંધો-નોકરી રહે.ભાવનગર વાળાએ ફરિયાદ આપતાં ઉપરોકત ત્રણેય ઇસમો તથા તપાસ દરમ્યાન તેઓની સાથે સંકળાયેલ હોય તે ઇસમો વિરૂધ્ધ ઇ.પી.કો.કલમ તથા આઇ.ટી. એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ. આ ગુન્હાની તપાસ વી.વી.ઓડેદરા પોલીસ ઇન્સ., એલ.સી.બી,,ભાવનગરનાંઓ ચલાવી રહેલ છે.આ ગુન્હાનાં તમામ આરોપીઓને ઝડપી લેવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરેલ છે.