Breaking NewsLatest

ઉમરાળા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 46 લાભાર્થી ઓને સહાય અર્પણ કરાઇ

ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ ખાતેથી આવેલ મોબાઈલ વાન દ્વારા ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ઉમરાળા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિના ચેરમેન એસ.એસ.બ્રહ્મભટ્ટ સાહેબના ઉપક્રમે ઉમરાળા તાલુકા પંચાયત સભાખંડ ખાતે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયુ હતુ તેમાં ઉપસ્થિત ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી પી.પી.શાહ અને સમાજ કલ્યાણ વિભાગ અધિકારી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ તળે વિધવા સહાય તથા નિરાધાર વૃદ્ધો તથા અપંગોને આર્થિક સહાય યોજનાઓ અંતર્ગત ( 46 )સેતાલીશ જેટલા લાભાર્થીઓને મળતી સહાય અર્પણ કરવામાં આવી આ તકે ઉપસ્થિત રહેલ અધિકારીઓ ઉમરાળા મામલતદાર એ.પી. અંટાળા,ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી પટેલ,તાલુકા હેલ્થ ઓફીસર મનસ્વીનીબેન માલવિયા,તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાખાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમરાળા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ અને કોર્ટ સ્ટાફના દીપકભાઈ પંડ્યા સહિતના દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *