Breaking NewsLatest

દાંતા માર્ગ પર અકસ્માતની 2 ઘટના, 1 નું મોત

 

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામા આજે બુધવાર ગોઝારો સાબીત થયો હતો અને જેમા સાંજના સુમારે બનેલી બે અકસ્માતની ઘટના માં એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની વાત કરવામાં આવે તો અંબાજીથી દાંતા માર્ગ પર ત્રિશુલીયા ઘાટીમાં હનુમાનજી મંદિર પાસે અંબાજીથી દાંતા તરફ જઈ રહેલા ટ્રકે કાબુ ગુમાવતા રોડની સામેની સાઈડે પલટી ખાઇ ગયો હતો જેમાં 108 મારફતે ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં કોઇ જાનહાની ના સમાચાર પ્રાપ્ત થયા નથી.
બીજો અક્સ્માત દાંતા હાઇવે માર્ગ પર હિટ એન્ડ રનનો બનવા પામ્યો હતો. જેમાં અંબાજીથી દાંતા તરફ ઓવરસ્પીડ જઇ રહેલી કારે રોડ સાઈડ ચાલી રહેલી મહિલાને ફૂટબોલ ની જેમ ઉછાળતા મહિલા 50 ફૂટ ઉછલીને ખેતરમા પડી હતી અને મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. અક્સ્માત બાદ લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાથી વીદેશી દારૂ ની 2 બોટલો પણ મળી આવી હતી

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *