Breaking NewsLatest

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પદયાત્રાને મંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું

શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અને માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા ગબ્બર ખાતે રવિવારે બપોરે ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપતિ વ્યવસ્થાપન તથા રમત-ગમત રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી.


આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતું. મંત્રીશ્રીએ અંબાજી ગબ્બર ઉપર ચાલતા વિકાસકામોનું નિરીક્ષણ પણ કર્યુ હતુ.
લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પાન્છાથી અંબાજી સુધીની પદયાત્રાને મંત્રીશ્રીએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ અંગદાન વિશે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, માણસના મૃત્યુ પછી એક વ્યક્તિના અંગદાનથી ૮ લોકોને જીવનદાન આપી શકાય છે. તેમણે કહ્યું કે, નાના બાળકથી લઇને વૃધ્ધ વ્યક્તિ કે જેઓના મગજ મૃત (બ્રેઇન ડેડ) સૌ કોઇ તેનાં અંગોનું દાન કરીને મૃત્યુ પછી પણ સેવા કરી શકે છે. મા અંબાની પવિત્ર ધરતી પરથી શરૂ થયેલી આ કામગીરીને આગળ વધારવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી દિલીપભાઇ દેશમુખ, પૂર્વ મંત્રીશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, અગ્રણીશ્રી કે. સી. પટેલ, શ્રી કનુભાઇ વ્યાસ, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *