કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત મારો મત એ મારું ભવિષ્ય,એક મતની તાકાત વિષય ઉપર દેશના લોકોમાં જાગૃતિ આવે તેને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત રાષ્ટ્રીય મતદાતા દિવસ 2022ના અવસરે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબૂત બનાવવા માટે તમામ વયના લોકો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય ક્રાઉડસોર્સિંગ દ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ કરેલ ઉમદા વિચારો અને સામગ્રીની ઉજવણી કરવાનો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્વીપ (સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા માટે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ વિષયોનો સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડિયો આ સ્પર્ધામાં સારો દેખાવા કરનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે.
રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગલેનારએ વેબસાઈટ https://ecisveep.nic.in/contest/પર ઉપલબધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે. સહભાગીએ વિગતો સાથે એન્ટ્રીઓ [email protected] પર ઈમેઈલ કરવાની રહેશે. જે સહભાગી અરજી કરી રહ્યા છે તેણે સ્પર્ધા અને શ્રેણી ના નામનો ઈ-મેલના વિષયમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત કરવાનો રહેશે. ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે ભાગલેનાર વ્યક્તિએ સ્પર્ધાની વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહેશે. તમામ એન્ટ્રીઓ 15 માર્ચ-2022 સુધીમાં સહભાગીઓની વિગતો સાથે ઈમેલ ID: [email protected] પર સબમિટ કરવાની રહેશે.