Breaking NewsCrime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ તથા બીયર મળી કુલ કિ.રૂ.૨,૫૩,૨૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

💫 ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા  પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

💫 ગઈ કાલ તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાના તળાજા-દાઠા  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન  પો.સ.ઈ શ્રી.પી.આર.સરવૈયાને બાતમી રાહે હકિકત મળેલ કે,વિજયસિંહ મહીપતસિંહ રાઠોડ તથા તેનો ભાઇ યુવરાજસિંહ મહીપતસિંહ રાઠોડ રહે.બન્ને ખંઢેરા તા.તળાજા જી.ભાવનગરવાળાઓ ભેગા મળીને ખંઢેરા ગામમા આવેલ પ્રેમજીભાઇ મોહનભાઇ વળીયાની આવેલ વાડીની બાજુમાં “આહુલીયો” તરીકે ઓળખાતી ગૌચર પડતર જમીનની બાવળની કાંટમાં ગે.કા ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે હકિકતવાળી જગ્યાએ સ્ટાફનાં માણસો સાથે રેઇડ કરતાં કોઇ હાજર મળી આવેલ નહિ.જે જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબનો ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મળી આવેલ. જેથી મજકુર વિજયસિંહ મહીપતસિંહ રાઠોડ તથા યુવરાજસિંહ મહીપતસિંહ રાઠોડ રહે.બન્ને ખંઢેરા ગામ તા.તળાજા જી.ભાવનગર વાળા વિરુધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરવામાં આવેલ છે.

1. ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૧૨
2. કિંગ્સ વોડકા 750 ML બોટલ નંગ-૪૮
3. વ્હાઇટ લેસ વોડકા  750 ML બોટલ નંગ- ૪૦૮
4. વ્હાઇટ લેસ વોડકા  180 ML બોટલ નંગ-૨૪૦
5. ટુબોર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બિયર 500 ML ટીન નંગ-૫૨૮
6. ડેર ડેવીલ એકસ્ટ્રા સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર 500 ML ટીન નંગ-૩૬૦

💫 આમ, ભાવનગર,એલ.સી.બી. ને દાઠા વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂ/બિયર મળી કુલ કિ.રૂ.૨,૫૩,૨૦૦/-નો મુદ્દામાલ પકડી પાડવામાં સફળતા મળેલ છે.

💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી. ઓડેદરા, પો.સ.ઈન્સ શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ અરવીંદભાઇ બારૈયા, મહેન્દ્રભાઇ ચૈાહાણ, રાજેન્દ્રસિંહ સરવૈયા પો.કોન્સ અલ્તાફભાઈ ગાહા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા ડ્રા.પો. કોન્સ મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *