કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર તાલુકા મથકે રક્ષેશ્વર મહાદેવ મંદિર પરિસરની પાછળ હોલમાં માલપુર બાર ગામ પરગણા ના યુવાનોના નાનકડા એવા સદભાવના ગૃપ દ્વારા સમાજ ઉત્કર્ષ માટેનું એક સંમેલન સમાજના આગેવાનો અને કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ સંમેલનમાં સદભાવના ગૃપ દ્વારા વર્ષ-૨૦૧૭ થી વર્ષ-૨૦૨૨ સુધીમાં સરકારી નોકરી મેળવનાર સમાજના યુવાન દીકરા-દિકરીઓ કે જેમાં ડૉકટર, શિક્ષક, પોલીસ સહિત અન્ય વિભાગોમાં જોડાનાર ૪૫ યુવક- યુવતીઓનું ફૂલછડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. વળી આ પ્રસંગે સમાજના ખચૉળ કુરિવાજો નાબૂદ કરવા ચચૉ-વિચારણા કરાતાં વડીલો સહિત સૌ કોઈએ સંમતિ દર્શાવી હતી અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને જરૂરિયાતમંદોને સમાજ દ્વારા મદદરૂપ બનવા સદભાવના ગૃપ દ્વારા ફાળાની ટહેલ નાખતાં સારો પ્રતિસાદ સાંપડયો હતો. વળી સમાજ ઉત્કર્ષ માટે સદભાવના ગૃપ દ્વારા સુંદર પ્રયાસ હાથ ધર્યો છે તેને આવકારી ઉપસ્થિત સૌ કોઈએ ગૃપના તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાયૅક્રમનુ સુંદર સંચાલન આનંદ ગોસ્વામી રાજેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું હતું. સદભાવના ગૃપના તમામ યુવાનોએ કાયૅક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.