Breaking NewsLatest

મેઘરજ તાલુકા વિકાસ અધિકારી એસ.ટી.સુથાર વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મેઘરજ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સુરેશચંદ્ર ટી.સુથાર સાહેબ માનવીય અભિગમ દાખવી રાજ્ય સરકારશ્રી ની લોકઉપયોગી વ્યક્તિગત વિકાસ ની વિવિધ યોજનાઓ તેમજ જાહેર ઉપયોગ ની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ નો તાલુકા મા અસરકારક અમલીકરણ કરી મેઘરજ તાલુકા વિકાસ અધિકારી તરીકે ખંત પ્રમાણિકતા અને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી પ્રસંશનીય કામગીરી કરી પ્રજાના અધિકારી તરીકેની છબી ઊભી કરી હતી

તાલુકા વિકાસ અધિકારીશ્રી વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો
જેમાં મોટી સંખ્યામાં અધિકારી કર્મચારી તાલુકાના તલાટી તેમજ ગ્રામસેવક ઉપસ્થિત રહી એમનું નિવૃત્તિમય જીવન આનંદમય સુખમય , આરોગ્યપ્રદ રહે તે માટે ની શુભેચ્છાઓ પાઠવી હતી

આ તબક્કે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લા તાલુકાના કર્મચારી અધિકારીઓનો નો આભાર માન્યો હતો

વધુમાં નિવૃત્તિ લઇ રહેલ તાલુકા વિકાસ અધિકારી એ અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી આ સમારંભ મા ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમ છતાં જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે ઉત્સાહી એવા જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી નો તેમના તરફથી મળેલ માર્ગદર્શન અંગે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે

રાજ્ય સરકારશ્રીની પ્રજા કલ્યાણ અને વિકાસલક્ષી યોજનાઓ ના અસરકારક અમલ થકી જિલ્લાની આમ જનતા મા સરકારશ્રીની સારી છાપ વધુ સારી બને તે માટે સતત પ્રયત્નશીલ એવા શ્રી સુરેન્દ્રસિંહ ડાભી ના સાનિધ્યમાં તાલુકા વિકાસ અધિકારી મેઘરજ તરીકે સેવા કરવાની તક મળી તેને મારું સદભાગ્ય માનું છું તેઓ મારા બોસ નહીં પણ એક આદર્શ ગુરુ હતા આયોજન અધિકારી જેવા સંનિષ્ઠ ઉચ્ચ અધિકારી આવા સમયમાં મળવા ખૂબ જ મુશ્કેલ હોય છે તેમની કામ કરવાની ક્ષમતા થી હું ઘણો પ્રભાવિત થયો છું મારી સર્વિસ દરમિયાન મને સતત માર્ગદર્શન પૂરું પાડી એક આદર્શ અધિકારી ના દર્શન કરાવ્યા છે

તાલુકા વિકાસ અધિકારીશ્રી એ ગુજરાત સરકાર સહિત તાલુકાની જાહેર જનતા નો આભાર માનતા જિલ્લાના અધિકારી કર્મચારીઓ ને તેમના વાણી વર્તનથી કોઈ ભૂલ થઈ હવે તો માફ કરવા ની લાગણી વ્યક્ત કરી ભાવુક બની ગયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *