Breaking NewsLatest

મોડાસા મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ ખાતે ઘરેલું હિંસા અધિનિય ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબીર યોજવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રીમતિ કે. એ.મોદી એમ.એસ.ડબલ્યુ .કોલેજ,મોડાસા અને મહિલા અને બાળ વિભાગ અરવલ્લીના સયુંકત ઉપક્રમે ઘરેલું હિંસામાં કાયદાકીય જોગવાઈઓ વિષય પર મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદીના અધ્યક્ષ સ્થાને એક દિવસીય કાર્યશાળા શિબીર યોજવામાં આવી.
આ પ્રસગે શ્રી નવીનચંદ્ર મોદીએ પ્રાસગિક પ્રવચનમાં આજની પ્રવર્તમાન સમાજમાં પ્રર્વતેલી બદીઓથી દાંપત્ય જીવન મુકત થાય અને મહિલાઓ સુખી જીવન જીવી પોતે પ્રસ્થાપિત સમાજમાં સ્વમાનભેર રીતે જીવન જીવી શકે અને અનેક વિધ ગ્રામ વિકાસ,સમાજકલ્યાણ અને સમાજ સુરક્ષાની યોજનાઓથી વાકેફ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઇ શકે તે માટે મહિલા સશક્તિકરણ કાર્યકમનું આયોજન કરી વિદ્યાર્થીઓને અનુભવ અને જ્ઞાનનો લાભ મળે અને સમાજકાર્યમાં પ્રોત્સાહન મળે તેવી એક સરાહનીય કામગીરી છે.


પ્રાસગિક પર્વચનમાં ડૉ.ધનશ્યામભાઈ શાહ એ જણાવ્યું કે મહિલાઓ માટે ધણા બધા પ્રશ્નો આજના સમયમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ સમાજની જે દીકરીઓ બેઠી છે તેમણે ક્યારે ગર્ભ પરીક્ષણ નહિ કરાવું અને જો કોઈ કરાવતું હોય તો તેનો વિરોધ કરવા. તથા કોઈ પુરુષ ખોટું કરે તો ખુલીને વિરોધ કરવા જણાવ્યું હતું.


મહિલા અને બાળ અધિકારીશ્રી દિપેનભાઈ પંડ્યાએ જણાવ્યું કે ધરેલુ કાયદા અધિનિયમ ૨૦૦૫નો કાયદો મહિલાઓ ઉપર થતા અત્યાચાર રોકવા માટે બનાવામાં આવ્યો છે પણ મહિલાઓએ પણ આ કાયદાનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો જોઈએ તમે અહિયાથી જે પણ માહિતી જાણીને જાવ છો તે તમારા પુરતી ના રાખતા બીજી મહિલાઓને પણ જાગૃત કરવા તથા વિભાગની વિવિધ યોજ્નાની વિસ્તૃત જાણકારી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું.
જીલ્લા દહેજ પ્રતિબંધકસહ રક્ષણ અધિકારીશ્રી ડૉ.નરેશ મેણાતએ જણાવ્યું કે કોઈપણ દેશ,રાજ્ય,સમાજ અને કુટુંબનો વિકાસ કરવો હોય તો તે નારી જ નક્કી કરી આપે છે કે સમાજમાં નારીનું કેટલું મહત્વ છે જો મહિલાઓ સદીઓથી પુરુષો ઉપર નિર્ભર રહી છે જયારે મહિલાઓ કોઈ ઉપર નિર્ભર હોંય ત્યારે તેમના ઉપર અત્યાચાર,શોષણની ધટનાઓ વધારે જોવા મળે છે આજે આપણે સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે અને સ્ત્રીઓ આજે દેશના મહત્વના સ્થાનો ઉપર પોતાની શક્તિનો પરિચય પણ આપી રહીં છે.


લો કોલેજના વક્તાશ્રી ડૉ.એ.એમ.શ્રોફ દ્વારા મહિલાઓના આપવામાં આવેલા હકો અને ધરેલું હિંસા અધિનયમ ૨૦૦૫ ના કાયદા વિશે માહિતી આપવામાં આવી ૪૯૮(અ) મુજબ કોઈપણ સ્ત્રી પોતાના ઉપર થયેલા અત્યચારની ફરિયાદ નોધાવી શકે છે સરકારને ૨૦૦૫માં મહિલાઓ ઉપરના અત્યાચારો રોકવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે જેનાથી મહિલાઓ રક્ષણ મેળવી રહી છે.


કાઉન્સેલરશ્રી ચેતનાબેન ચૌધરી દ્વારા મહિલાઓને સુરક્ષાનું વચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર આવતા દરેક ફોનમાં ક્યાંકને ક્યાંક એની તકલીફ છુપાયેલી હોય છે. કોઈપણ પીડિત મહિલા સાથે થતી જાતીય હિંસા,માનસિક,આર્થિક,શારીરિક કાર્યના સ્થળે થતી જાતીય સતામણી છે. લગ્નજીવનમાં થતો વિખવાદ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હેરાનગતિ,છેડતી,રેપ કેસ એવી બધી જ પરેશાનીઓમાં એ અભયમ હેલ્પલાઈન મદદ કરવા માટે ૨૪ કલાક તૈયાર રહે છે એમ જણાવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત વિગતો પુરી પાડી હતી.
આ શિબિરમાં જીલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલરશ્રી ધારાબેન પંડ્યા દ્વારા રોજગાર મેળવનારા યુવાનોને અનુબંધન પોર્ટલમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન અંગે તથા રોજગારલક્ષી કારકિદિલક્ષી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું જેમાં ભરતીમેળા તથા વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ પોતે પગપર બની શકે તે અગેની સમજુતી પણ આપવામાં આવી હતી.


આ શિબિરમાં કોકિલાબેન એ.મોદી એમ.એસ.ડબલ્યુ કોલેજ,શ્રી કે.એચ.પટેલ એમ.એડ.ઇન્સ્ટીટયુટ,માતૃશ્રી એલ.જે,ગાંધી બી.સી.એ.તથા ડૉ.એન.જે.શાહ પી.જી.ડી.સી.એ.કોલેજ,વી.વી.શાહ એમ.એસ.સી.કોલેજ.બી.એચ.ગાંધી બી.બી.એ.કોલેજ,એમ.કે.શાહ લાટીવાળા સાયન્સ કોલેજ મોડાસાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *