લાઠી-લિલિયા તાલુકાને જોડતો ગ્રામ્ય મહત્વનો માર્ગ ભીંગરાડ આસોદર હરીપુરા આઠ કિલો મીટર એક કરોડ સાઈઠ લાખના ખર્ચે છેલ્લા 2011માં બનેલો ફરી વખત આ રસ્તાને ધારાસભ્ય તરીકે રસ્તા માટે મળતી ગ્રાન્ટમાંથી લાઠી વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર દ્વારા મંજૂર કરી આ ગામડાને જોડવા માટે એક મહત્વનો રસ્તાનો પેવર કામનુ શુભારંભ હરીપુરા આસોદર રેલ્વે ક્રોસીંગ થી શરૂ કરવા માટેનો કાર્યક્રમ યોજ્યો હતો તેમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત ખાસ ઉપસ્થિત રહી શુભારંભ કરાવેલ આ તકે લાઠી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર જણાવ્યું હતું કે લાઠી અને બાબરા તેમજ સાવરકુંડલા લીલીયા વિસ્તારના કામો તાકીદે શરૂ કરવા જિલ્લા અને સંકલન ફરિયાદ સમિતિમાં પણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટરને તંત્રને તાકીદ સુચના થવા રજૂઆત કરી હતી લોકો સતત સારા રસ્તા બને તે માટે માંગણી કરી રહ્યા હોય પરંતુ જો થયેલા કામો શરૂ થતા નથી તેના કારણે લોકોમાં રોષ વધ્યો છે તે તાત્કાલિક રસ્તાના કામો શરૂ થાય તેવી માગણી કરી હતી ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે પણ આ માગણીમાં સંમતિ દર્શાવી અમરેલી જિલ્લાને અન્યાય કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં શકાય તેમ આક્રોશપૂર્વક જણાવ્યું હતું વધારેમાં ઉમેર્યું હતું કે રસ્તાઓના કામો મંજૂર કરાવાનો અધિકાર ધારાસભ્યને છે છતાં અમુક લોકો ખોટા જ લીંબડ જશ લેવા માટે ભાજપના કાર્યકર્તાઓ જેમનો કોઈ અધિકાર નથી તેવો પણ પોતે જસ લેવાના નામે કાર્યક્રમો યોજે છે તે બાબતે પણ લોકોએ ઓળખી લેવાની જરૂર છે તેમ જણાવ્યું હતુ લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઇ બેરા પ્રમુખ હરીપર ગામના ખેડૂત અગ્રણી ભીખાભાઈ દેવાણી લાઠી તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આસોદર ગામના અગ્રણી ઘનશ્યામભાઈ કાછડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાકડીયા માર્કેટ યાર્ડ પૂર્વ ચેરમેન મનસુખભાઈ ભાદાણી, ગીરીશભાઈ આલગીયા,લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માલવયા,લીલીયા તાલુકા પંચાયત સભ્ય વિજય કોગથીયા,કોંગ્રેસ બક્ષીપંચ અગ્રણી ખોડાભાઈ ભરવાડ,આસોદર પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસ આગેવાન નીતિનભાઈ ત્રિવેદી,પૂર્વ સભ્ય દિનેશભાઈ ધોરાજીયા હાથિગઢ, રમેશભાઈ ગુંદરણ,રફીકભાઈ પઠાણ,દિલીપ કીકાની,રવજી ભાસ્કર,જયંતીભાઈ બુહા, ફારૂકભાઇ ડેરીયા,મનસુખ અળગીયા,શહેર કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો મહત્વના રસ્તાની સુવિધા મળતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી તેમ કોંગ્રેસ કાર્યાલયની યાદીમાં નીતિનભાઈ જણાવ્યું હતું
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા