ઉપરોક્ત કાર્યકમ માં વલસાડ જિલ્લા પંચાયત નાં પ્રમુખ અલકા બેન શાહ , વલસાડ જિલ્લા ભાજપ આર્થિક સેલ નાં સંયોજક મહેશ ભાઈ ભટ્ટ , વાપી જે.સી.આઇ. પ્રમુખ ડો. અંકિતા બેન ભટ્ટ , વલસાડ સ્કાઉટ એન્ડ ગાઈડ નાં ચેરમેન અલ્પા બેન કોટડીયા , વરિષ્ઠ પત્રકાર અને સામાજિક અગ્રણી ભદ્રેશ ભાઈ પંડ્યા , વિગેરે ઉપસ્થિત રહેલ ,
વાપી પબ્લિક સ્કૂલ નાં પટાંગણ માં મંત્રી શ્રી. અને અન્ય મહાનુભવો નાં વ રદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ , અહીંયા ૧૫૧ વૃક્ષો નું રોપણ કરવામાં આવેલ અને સ્કૂલ નાં આચાર્યશ્રી. એ તમામ વૃક્ષો નું જતન કરવાની ખાત્રી આપેલ ,
મંત્રીશ્રી એ તેમના વ્યક્તવ્ય માં આ વૃક્ષારોપણ નાં કાર્યકમ થી સ્કૂલ નાં વિદ્યાર્થીઓ પ્રેરણારૂપ બનશે , કોરોના મહામારી નાં સમય નો ઉલ્લેખ કરતા જણાવેલ કે એ ખૂબજ વિકટ સમયે ઓક્ષિજન કેટલો મહત્વ નો હતો તે સૌકોઈ જાણે છે , વૃક્ષ એ માનવજીવન નું એક અભિન્ન અંગ સમાન છે , વૃક્ષ આપણને છાંયડો આપે , ફળ આપે , ઓકસીજન આપે અને અંતે તેના લાકડાં પણ માનવજીવન ને અર્પણ કરે , આવા પરોપકારી વૃક્ષો નું જતન કરવું એ આપણી ફરજ માં આવે છે , આજે વિવિધ સામાજિક સંસ્થાઓ , ઉદ્યોગપતિઓ , સૌને વૃક્ષો નું મહત્વ સમજાયું છે , ખરેખર તો વૃક્ષો વાવવા , ઉછેર કરવો તેની માવજત કરવી એ આપણે આપણા માટેજ કરી રહ્યા છીએ તેવો ભાવ હોવો ખૂબ જરૂરી છે .
અલકાબેન શાહ , અંકિતા બેન ભટ્ટ , અલ્પાબેન કોટડીયા વિગેરે એ પ્રાસંગિક પ્રવચન કરેલ , ખૂબ સુંદર આયોજન દ્વારા વૃક્ષારોપણ નો કાર્યકમ સંપન્ન થયેલ .