Breaking NewsLatest

સરસ્વતી નગરી અંબાજી ખાતે વિશ્વ ગ્રાહક દિવસ ઉજવાયો

અમિત પટેલ.અંબાજી
ઉત્તરપ્રદેશ નું કાશી ધર્મનગરી તરીકે જગ વિખ્યાત છે જયારે ગુજરાતનું અંબાજી સરસ્વતી નગરી તરીકે જગ વિખ્યાત છે.સરસ્વતી નદી અંબાજી પાસે થી નીકળતી હોઈ અંબાજી સરસ્વતી નગરી તરીકે જાણીતું યાત્રાધામ બનવા પામ્યું છે.15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ હોઈ અંબાજી મુકામે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલીત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 15 માર્ચ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા-અંબાજી દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓને ગ્રાહકલક્ષી શિક્ષણ આપી મજબુત ગ્રાહક અને મજબુત સમાજ બનાવવા માટે આજે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જે કાર્યક્રમ મા બનાસકાંઠા ડીએસઓ અને વહીવટદાર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, મામલતદાર દાંતા [ દાંતા નિયામક શ્રી ] એન.કે.રાઠોડ , નાયબ નિયંત્રક શ્રી પટેલ સાહેબ ,ફૂડ ઇન્સ. માધવભાઈ, સાયબર ક્રાઇમ ઓફિસર શૈલેશભાઈ ,અંબાજી કોલેજના પ્રિન્સીપાલ શ્રી શંકરભાઈ , તેમજ પ્રોફેસરો અને કોલેજના બાળકોની હાજરીમાં ગ્રાહક જાગૃતિની વિવિધ ઝાંખીઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

દીપ પ્રાગટય બાદ સ્વાગત અને ત્યારબાદ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રના પ્રમુખ વિપુલભાઈ ગુર્જર દ્વારા ગ્રાહક ના અધિકારો અને જવાબદારી અંગે માહિતી આપવામા આવી અને બનાસકાંઠા જિલ્લા તથા દાંતા તાલુકાના અધિકારીઓ દ્વારા ગ્રાહકો સાથે થતી વિવિધ પ્રકા ની છેતરપિંડી અને ગ્રાહકોની જાગરૂકતા અંગે પ્રિન્ટ અને વિજિયલ જાણકારી આપવામાં આવી.ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા અંબાજી ના પ્રમુખ શ્રી વિપુલભાઈ ગુર્જરએ આજના આ દિવસે માનવતાની સાંકળ નામે એક નવીન સેવાકીય કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં લોકો પાસેથી આવેલ ચીજ વસ્તુઓ અને અનાજ કરિયાણાં સહિત ની જીવન ઊપયોગી વસ્તુઓ તાલુકા ના આંતરિયાળ અને છેવાડા ના જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચતી કરવામાં આવશે એવો શુભ આશય વ્યક્ત કર્યો.

આજના આધુનિક યુગ માં ઓનલાઈન વ્યવહારોનું ચલણ વધ્યું છે ત્યારે આજના કાર્યક્રમ ની મુખ થીમ જ યોગ્ય ડિજિટલ નાણાકીય પદ્ધતિ રાખવામાં આવેલ. સાયબર ક્રાઈમ અને ઓન લાઈન નાણાકીય વ્યવહારો માં થતી છેતરપિંડી અંગે વિસ્તૃત જાણકારી આપવમાં આવી. અને આવી છેતરપિંડી થી બચવાના ઉપાયો સહિત જો છેતરાઈ ગયા હોય તો ક્યાં ફરિયાદ કરી શકાય તે અંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ ને ઝીણવટભરી માહિતી આપવામાં આવી.કોલેજ ના પ્રોફેસરોએ પણ આ આર્યક્રમ થકી વિદ્યાર્થીઓ ને આપવામા આવી રહેલી જાણકારી માંથી તેમને પોતાને પણ ખૂબ જ જાણવા મળ્યું તેનો આંનદ વ્યક્ત કર્યો.સુનીલ બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *