Latest

ફુડ બિઝનેસ ઓપરેટર અથવા ફુડ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે FOSTAC તાલીમ સર્ટિફિકેટ અનિવાર્ય

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના ડેઝિગ્નેટેડ ઓફિસર જણાવે છે કે FSSAIની ગાઈડલાઈન મુજબ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ – ૨૦૦૬ ની કલમ ૧૬.૩.૪ હેઠળ ફુડ બિઝનેસ ઓપરેટર અથવા ફુડ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે FOSTAC તાલીમ સર્ટિફિકેટ અનિવાર્ય છે.
જેઓ ખાધ્ય ચીજ વેપાર સાથે સંકળાયેલા હોય અને સ્ટેટ લાયસન્સ કે સેન્ટ્રલ લાયસન્સ ધરાવતા હોય અને તેવા વેપારી પાસે ૨૫ ફુડ હેન્ડલર એ ઓછામાં ઓછો એક તાલીમ પામેલ અને સર્ટીફાઈડ ફુડ સેફ્ટી સુપરવાઈઝર રાખવાનો રહેશે અને વેપારીએ ફુડ સેફ્ટી ઓડીટ તથા ઈન્સ્પેક્ષનનો રેકર્ડ રાખવાનો રહેશે. ફુડ હેન્ડલર્સ તમામ તાલીમ પામેલ અને સર્ટીફાઈડ હોવા જોઈએ.

૧) કેટરીંગ , દુધ અને દુધની બનાવટો, મીટ તથા પોલ્ટ્રી વાળા વેપારીઓએ FOSTAC તાલીમ લઈ લેવાની રહેશે.

૨) તમામ પ્રકારના રિટેલર્સ એટલે કે ૧૨ લાખથી ઓછા ટર્ન-ઓવર વાળા , લારી ગલ્લા વાળા, ટી સ્ટોલ, પાણી પકોડી વાળા, ભેળ પકોડી વાળા, દાબેલી સેન્ટર વાળા, બરફના ગોળા વાળા, મિલ્ક કેન્ડી વાળા, આઈસ કેન્ડી વાળા, મિલ્ક કુલ્ફી વાળા, ધાબા વાળા, રેસ્ટોરન્ટ વાળા, પાન મસાલા વાળા, વગેરે વેપારીઓ એ FOSTAC તાલીમ લઈ લેવાની રહેશે.

૩) બેકરી પ્રોડક્ટ્સ, પાણી, બેવરેજીસ, ખાધ્ય તેલ, ફેટ, હેલ્થ સપ્લિમેન્ટ, ફીશ, સી ફુડ ( દરિયાઈ ખોરાક), વગેરેના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ FOSTAC તાલીમ લઈ લેવાની રહેશે.

વેપારીઓએ વધુ માહિતી માટે http://fostac.fssai.gov.in પર સંપર્ક કરવાનો રહેશે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે થયેલા MoU મુજબ હાલમાં મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં FOSTAC તાલીમ માટે એજન્સીની નિમણૂક કરેલ છે.

જે એજન્સી દ્વારા નિયત ફી લેવામાં આવે છે અને ફી ની પાવતી આપવામાં આવશે. બાદમાં FOSTAC તાલીમ આપવામાં આવે છે.

FOSTAC ટ્રેઈનિંગ લેવાની બાકી હોય અથવા ટ્રેઈનિંગ લેવા માંગતા હોય તેવા તમામ વેપારીઓએ નીચે જણાવેલ એજન્સીના સરનામાં તથા સંપર્ક નંબર પર સંપર્ક કરી તાલીમ મેળવી લેવા જણાવવામાં આવે છે.

FOSTAC TRAINING માટેની એજન્સી
પ્રખર ફાઉન્ડેશન – રજિસ્ટર્ડ ઓફિસ
Ofiice Add. – Shop No. 7, near Nirmala School, Nilambri Complex, Kosabadi, Korba, Dist. – Korba (C.G)
e-Mail – [email protected],
Website – www.prakharfoundation.com
Mobile No. – 9826197306

મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાનાં વપારીઓએ
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મનહરસિંહ બી. ઝાલા
પ્રખર ફાઉન્ડેશન
પ્રમુખ કોમ્પ્યુટરન ઓનલાઈન સેન્ટર, જુની જીલ્લા પંચાયતની બાજુમાં, હિંમતનગર, જી. સાબરકાંઠા
સંપર્ક નં. ૧) ૯૬૦૧૮૨૧૮૮૬ – મનહરસિંહ બી. ઝાલા
૨) ૯૦૨૩૧૮૬૨૧૩ – સતિષભાઈ સુથાર

સદર તાલીમ તા.૨૫/૦૩/૨૦૨૨ પહેલા મેળવી લઈ તાલીમ સર્ટીફિકેટ ધંધાના સ્થળે રાખવાનું રહેશે અને ફુડ સેફ્ટી ઓફિસર તપાસ દરમિયાન માંગે ત્યારે ફુડ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ અને FOSTAC તાલીમ સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે.
ફુડ સેફ્ટી ઓફિસરની તપાસ દરમિયાન આવા સર્ટીફિકેટ રજુ કરવામાં નિષ્ફળ જશે તેવા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેની ખાધ્ય ચીજ વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓએ નોંધ લેવી.

તેમ બી.એમ.ગણાવા, ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીએ જણાવ્યુ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *