Breaking NewsLatest

૭૩ માં ગણતંત્ર દિવસ ના દિવસે ડો પરિન સુમાની દ્રારા ભારતની સ્વતંત્રતા ના પ્રહારીઓ અને positive living a way to Great Success નામના ૨ પુસ્તકોનુ આવનારા સમયમાં કરવામાં આવશે લોન્ચિંગ

અમદાવાદ ખાતે ખાનગી હોટલામા
“ભારતની સ્વતંત્રતા ના પ્રહરીઓ” શીર્ષકથી ડો. પરીન સોમાણી દ્વારા પુસ્તક આવનારા સમયમાં કરવામાં આવશે લોન્ચીગ આજે પુસ્તક ના વિવરણ અનુસંધાન યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
મહારાષ્ટ્ર માં જન્મ થયેલ અને ગુજરાતમાં લગ્ન કરેલ પરીણ સોમાણી જેઓ
હાલ આપણા ગુજરાત રાજ્ય ના અને મૂળ અમદાવાદના અને હાલ લંડન ખાતે સ્થાયી થયેલા ગુજરાતી લેખિકા, મોટિવેશન સ્પીકર ડો પરીન સોમાણી દ્વારા આજે અમદાવાદ ખાતે 2 પુસ્તકોનું પ્રિ લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડો. પરીન સોમાણી દ્વારા લખવાની શરૂવાત થનાર 2 પુસ્તકો વિષે વાત કરવામાં આવી હતી જેમાંથી એક પુસ્તક આજે 26 જાન્યુવારી પ્રજાસતાક દિવસની ઉજવણી માં ભારતના શાહિદ રત્નો પર લખવામાં આવશે જેનું ટાઇટલ “ભારતની સ્વાંતંત્રતા ના પ્રહરીઓ” છે. આ પુસ્તક જલ્દી જ વાંચવા મળશે તેમ જણાવવામાં આવું હતું.


ડો. પરીન સોમાણી એક સ્વતંત્ર શૈક્ષણિક વિદ્વાન, શિક્ષક, આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા, લેખક, માનવતાવાદી, પરોપકારી અને બહુવિધ આંતરરાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતા છે.

ડો. પરીન સોમાણી એક એવા વ્યક્તિત્વનો દરજ્જો ધરાવે છે જેમની જીવનકથા અન્ય લોકો માટે પ્રેરણારૂપ સાબિત થાય છે, તેથી જ તેઓ એક પ્રેરક વક્તા તરીકે સમગ્ર વિશ્વને પ્રેરણા આપતા રહે છે. ડોક્ટર પરિન સુમાની. ડોક્ટર ઓફ ફિલોસોફી (પીએચડી): શિક્ષણ નેતૃત્વ;
માનવતામાં માનદ ડોક્ટરેટ (હોન્સ કોસા);
સાહિત્ય ડી’લિટ ડિગ્રીમાં બે માનદ ડોક્ટરેટ (હોન્સ કોસા); વૈશ્વિક શિક્ષણમાં માનદ ડોક્ટરેટ (માનદ ડિગ્રી). આ ઉપરાંત તેનો પાંચ વખત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ડૉ. પરીન સોમાણીએ શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસના ક્ષેત્રમાં સમાજને મોટા પાયે મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વભરના 87 થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે.ડો. પરીન સોમાણી વિવિધ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ માટે વિદ્વાન તરીકે પણ કામ કરી રહ્યા છે જેમ કે: સિન્ડિકેટ સભ્ય: સેન્ટ મધર ટેરેસા યુનિવર્સિટી; વિઝિટિંગ રિસોર્સ પર્સન: UGC: HRDC ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી; સંશોધન સહયોગી: ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી અને ઘણી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓ. તેણી તેના ભાષણથી વૈશ્વિક સ્તરે સકારાત્મક વૈશ્વિક પરિવર્તન લાવી રહી છે.

ડો.પરીન સોમાણીએ અખબાર, સામયિકમાં 38 થી વધુ શૈક્ષણિક પેપર્સ અને લેખો પ્રકાશિત કર્યા છે, 15 પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને 1 પેટન્ટ ધરાવે છે. ડો.પરીન સોમાણી 72 થી વધુ વિડીયો, 136 અખબારોમાં દર્શાવવામાં આવ્યા છે.

ડો. પરીન સોમાણી મિસિસ ઈન્ડિયા 2021ના વિજેતા, મિસિસ યુનિવર્સ ઈન્ટરનેશનલ 2021ના વિજેતા, મિસિસ બ્રિટ એશિયન 2021ના વિજેતા, મિસિસ ઈન્ડિયા ગ્લોબલ 2021ના વિજેતા અને મિસિસ ક્વીન ઓફ ઈન્ડિયા 2021ના બીજા રનર અપ છે. પણ રહ ચુકયા છે તેમજ નાની વય માં કેન્સર જેવા રોગના ઝાપટા માં આવી ગયા હતા જેમાં એમની આંખ પણ ખોઈ બેસ્યા પણ જા કો રાખે સાઈયા માર શકે ના કોઈ કહેવતને સાર્થક કરી બતાવ્યું હતું કેરલ , કર્ણાટક આર્યુવેદિક થેરાપીના ઉપચારથી સંપૂર્ણ સારવાર લય ફરી નવા જીવન સાથે પોતાની મંઝીલ ના માર્ગ ઉપર ચેતકની માફક દોડતા ગયા અને એક પછી એક મંઝીલ ને પ્રાપ્ત કરતા રહ્યા

રિપોર્ટ દિનેશ ગાંભવા, ગુજરાત જી એક્સપ્રેસ ન્યુઝ , ચેનલ હેડ ગુજરાત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *