Breaking NewsCrime

અરવલ્લી:સાઠંબાના તખતપુરા ગામે દિયર સાથેના આડા સંબંધના વહેમમાં બે મહિલાઓએ ગામની જ એક મહિલાને રૂમમાં પુરી ધડબડાટી બોલાવતાં ફરિયાદ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં તખતપુરા ગામે બે મહિલાઓએ એકત્રિત થઈ ગામની જ એક પરિણીત મહિલાને દિયર સાથે આડા સંબંધના વહેમમાં રૂમમાં પુરી ધડબડાટી બોલાવતાં સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ, સાઠંબા નજીક આવેલા તખતપુરા ગામે પિયર ધરાવતી પરિણીત એવી 24 વર્ષીય રેણુકાબેન જુજારસિંહ સોલંકી ને ખેતરમાં પહોંચી ગામની જ સુરેખાબેન મહેશભાઈ બારીયા, મનિષાબેન અરવિંદભાઈ બારીયાએ દિયર સાથેના આડા સંબંધ બાબતે તકરાર કરી ત્યારબાદ ગડદાપાટુંનો મારી ત્યાંથી પણ ન અટકી અને નજીકમાં આવેલા એક ઘરમાં રેણુકાબેન ની પુરી દઇ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર ઘટનામાં ત્યાંથી જીવ બચાવીને નાસી છૂટેલી રેણુકાબેનની ફરિયાદના આધારે સાઠંબા પોલીસે બે મહિલાઓ અને બે પુરુષો સામે પોલીસે આઈ પી સી 342,323,504,506(2),114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *