પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૯/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ઉમરાળા, ચોગઠ તરફ જવાના રોડના નાકે આવતાં બાતમી મળેલ કે, એક સફેદ કલરનુ ટેન્કર રજી. નંબર- HR-65-A-0497નુ વલ્લભીપુર તરફથી આવી રહેલ છે. તે ટેન્કરમા વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ જઇ રહેલ છે. જે બાતમી આધારે વોચમાં રહેતાં નીચે મુજબના ટેન્કરમાંથી નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી કંપની સીલપેક ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓન્લી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવેલ. તેઓ વિરૂધ્ધ ભાવનગર,ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓઃ-
1. કરનારામ જયરૂપારામ કાલર ઉ.વ ૨૨ રહે.ગાંધવકલા તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન
2. રાજેશ આશુરામ રાણા રહે.બાબેર, કુરૂક્ષેત્ર, હરીયાણા (પકડવાના બાકી)
3. રાજુ જાટ રહે.હનુમાનગઢ,રાજસ્થાન (પકડવાના બાકી)
4. રંધોળા ચોકડી ખાતે લેનાર પાર્ટી (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ ચેલેન્જ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૨૧૦૦ કિ.રૂ.૧૦,૯૨,૦૦૦/-
2. રોયલ ચેલેન્જ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૧૮૦ ML બોટલ નંગ-૯૧૨૦ કિ.રૂ.૯,૧૨,૦૦૦/-
3. મેકડોવેલ્સ નં.૧ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૧,૩૫,૦૦૦/-
4. મેકડોવેલ્સ નં.૧ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૩૭૫ ML બોટલ નંગ-૨૮૫૬ કિ.રૂ.૫,૪૨,૬૪૦/-
5. સીગ્નેચર વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૨,૯૫,૨૦૦/-
6. બડવાઇઝર કંપનીનક સીલપેક ૫૦૦ ML બિયર ટીન નંગ-૨૦૧૬ કિ.રૂ.૨,૦૧,૬૦૦/-
7. રોયલ સ્ટેગ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૩૧૨ કિ.રૂ.૧,૨૪,૮૦૦/-
8. સફેદ કલરનું રજી.નંબર- HR-65-A-0497 ટેન્કર કિ.રૂ ૨૦,૦૦,૦૦૦/-
9. ટેન્કરને લગતાં જરૂરી કાગળો કિ.રૂ ૦૦/૦૦
10. મોબાઇલ ફોન-૦૩ કિ.રૂ ૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૫૩,૧૮,૨૪૦/- નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા જોડાયેલા હતાં.