Crime

ચોરીનાં મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદીયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, કાળીયાબીડ,ભગવતી સર્કલમાં સીલ્વર બેલ્સ સ્કુલ તરફ જતાં રોડ ઉપર કોમ્પલેકસ પાસે ઉભેલ માણસ આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.

જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે.જે હકિકતવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસના પેન્ટના ખિસ્સામાંથી નીચે મુજબનાં વર્ણનવાળો મોબાઇલ મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ મોબાાઇલ ફોન વિશે પુછપરછ કરતાં આજથી આશરે દોઢેક મહિના પહેલાં અનિલ પરમાર રહે.ભરતનગર,ભાવનગર હાલ-સુરતવાળા પાસેથી રૂ.૩,૦૦૦/- ખરીદ કરેલ હતો. આ મોબાઇલનું બિલ તેણે આપેલ નહિ. આ અનિલ હાલ કયાં છે.તેની કાંઇ ખબર નહિ હોવાનું જણાવેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમઃ- પ્રદયુમનસિંહ નટવરસિંહ ગોહિલ ઉ.વ.૪૨ રહે.પ્લોટ નંબર-૩૦૭૪/સી, ગોકુળધામ સોસાયટી, કાળીયાબીડ,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ- સ્ટીલ ગ્રે કલરનો મોટોરોલા કંપનીનો મોડલ નં.moto g52 તથા IMEI નંબર-3554824 60542393/355482460542401વાળો મોબાઇલ કિ.રૂ.૧૫,૦૦૦/-
શોધી કાઢેલ ગુન્હોઃ- નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૧૭૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદીયા, ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *