bhavnagarBreaking NewsCrimeGujarat

સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચુંટણીઓને ધ્યાને લઇ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

આજરોજ તા.૨૪/૦૪/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો સોનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ એ.એસ.આઇ., એલ.સી.બી.,ભાવનગરનાંઓને દેશી હાથ બનાવટ ની બંદુક અંગે મળેલ બાતમી આધારે ભાવનગર,ઇશ્વરીયા ગામના પાટીયે,મેલડીમાતાના મંદિરથી ચોરવડલા ગામ તરફ જવાના રસ્તે ડુંગર વિસ્તારમાંમાંથી નીચે મુજબનો ઇસમ નીચે મુજબની દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવેલ.તેની પાસે લાયસન્સ કે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો નહિ હોવાથી દેશી હાથ બનાવટની બંદુક તપાસ અર્થે કબ્જે કરી તેના વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ-વિજયભાઇ અશોકભાઇ રાઠોડ ઉ.વ.૨૭ રહે.નવા પ્લોટ વિસ્તાર,મેલડીમાંના મંદિર પાસે,ઇશ્વરીયા,તા.શિહોર જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-દેશી બનાવટની લોખંડના ધાતુના સીંગલ બેરલની જામગરી બંદુક કિ.રૂ.૨,૦૦૦/-
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,એજાજખાન પઠાણ,બ્રિજરાજસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *