bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૦ કિ.રૂ.૨૫,૦૭૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઇન્સ.પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ./જુગારની બાતમી મેળવવા માટે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,રંગોલી પાર્ક ચોકડી પાસે આવતા બાતમી મળેલ કે,રાજકોટ-ભાવનગર હાઇ-વે,નવાગામ પાસે,ચામુંડા રેસ્ટોરન્ટની બાજુમાં રોડ ઉપર જાહેરમાં ત્રણ માણસો પ્લાસ્ટીક કંતાનના કોથળાઓમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને ઉભા છે.જે મળેલ માહિતી આધારે રેઇડ કરતા નીચે મુજબના આરોપીઓ નીચે મુજબના અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.તેઓ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ-
1. નૈમીશ ઉર્ફે રોકી મંગળભાઇ કારીયા ઉ.વ.૩૮ ધંધો-વેપાર રહે.લક્ષ્મીનગર રૂદ્ર રેસ્ટોરન્ટની બાજુમાં, સીદસર રોડ, ભાવનગર
2. વિરેન્દ્ર સમાયાન યાદવ ઉ.વ.૩૬ રહે.૯૦ ફુટ રોડ, ચંદ્રમાન શેખરની ચાલી, નાલા સોપારા ઇસ્ટ, મુંબઇ
3. સાહિલ ભાવુ જાદવ ઉ.વ.૨૦ રહે.કાલીમાતા મંદિર, મનવેલ પાડા, વિરાર ઇસ્ટ, મુંબઇ
રેડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ૧ લીટરની બોટલ નંગ-૨૭ કિ.રૂ.૧૭,૦૧૦/-
2. 8 PM સ્પેશીયલ વ્હીસ્કી ૧ લીટરની બોટલ નંગ-૧૩ કિ.રૂ.૮,૦૬૦/-મળી કુલ કિં.રૂ.૨૫,૦૭૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,લગ્ધીરસિંહ ગોહિલ,જગદેવસિંહ ઝાલા,જયદિપસિંહ રઘુભા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 103

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *