bhavnagarBreaking NewsCrimeGujarat

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,શ્રી વી.વી.ધ્રાગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારી ઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો.તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને બાતમીરાહે હકિકત મળેલ કે,છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં ચેતન ઉર્ફે કપીલ હિંમતભાઇ સોલંકી તથા મહેશ ઉર્ફે માયો ફાફાભાઇ ડોડીયા રહે.બંને નવી ગોરખી તા.તળાજાવાળો નવી ગોરખી ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપીઓ હાજર મળી આવતાં તેઓને ઝડપી પાડી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.આ અંગે છોટા ઉદેપુર,નસવાડી પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ નાસતાં-ફરતાં આરોપીઃ-
1. ચેતન ઉર્ફે કપીલ હિંમતભાઇ સોલંકી ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે.નવી ગોરખી તા.તળાજા જી.ભાવનગર
2. મહેશ ઉર્ફે માયો ફાફાભાઇ ડોડીયા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.નવી ગોરખી તા.તળાજા જી.ભાવનગર

કરેલ ગુન્હોઃ-
છોટા ઉદેપુર, નસવાડી પો.સ્ટે. પાર્ટ ‘‘ સી ’’ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૩૧૨૮૯/૨૦૨૩ પ્રોહી. એકટ કલમઃ-૬૫ (એ) (ઇ), ૧૧૬ (બી), ૯૮(૨),૮૧ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,શ્રી વી.વી.ધ્રાગુ,શ્રી એમ.જે.કુરેશી તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,ભદ્દેશભાઇ પંડયા,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *