bhavnagarBreaking NewsCrimeGujarat

નિલમબાગ પો.સ્ટે માં ફરિયાદીશ્રીને ડરાવી ધમકાવી બળજબરી થી રૂ.૨૫ લાખની માંગણી કરવાના કેસમાં અગાઉ મર્ડરના ગુન્હામાં સંડોવાયેલ સહીત બે ઈસમોને ગણતરીના સમયમાં પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ગઈ તા.૨૯/૦૧/૨૦૨૪ના રોજ ફરિયાદીશ્રી પ્રવિણકુમાર ભનુભાઈ કણસાગરા ઉ.વ.૫૯ રહે.અનંતવાડી,ભાવનગર વાળાએ નિલમબાગ પો.સ્ટે માં ફરિયાદ આપેલ કે,એક સફેદ કલરની સ્વીફટ કાર રજી.નં.જીજે ૦૩ ડીજી. ૩૦૯૧માં આવેલ બે અજાણ્યા માણસો જેમાં એકનું નામ મોબીન હતુ તેઓએ મારી ગાડી આગળ તેમની સ્વીફટ ગાડી ઉભી રાખી તેમની ગાડીને કેમ નુકશાન કરેલ છે તેમ કહી બે મોટા છરા બતાવી તેમજ આ મોબીન અગાઉ મર્ડર ખાઈ ગયેલ છે તેમ ડરાવી ધમકાવી મારી પાસે રૂ.૨૫ લાખની માંગણી કરી ત્યારબાદ મોબાઈલ ફોનમાં પણ ડરાવી ધમકાવી બળજબરી થી પૈસા પડાવવા માટે અવાર નવાર ફોન કરી ધમકીઓ આપતા હોવાની ફરિયાદ જાહેર કરેલ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ આ ગુન્હાની ગંભીરતાની નોંધ લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને આ ગુન્હાના આરોપીઓને સત્વરે થી પકડી પાડવા સુચના આપેલ.
આજરોજ તા.૩૦/૦૧/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો ઉપરોક્ત ગુન્હાના કામે ઉપયોગ થયેલ સ્વીફટ કાર રજી.નં.જીજે ૦૩ ડીજી. ૩૦૯૧ સબંધમાં તપાસમાં હતા.દરમ્યાન ગુન્હામાં ઉપયોગ થયેલ વાહન સાથે નીચે જણાવેલ બે ઈસમો મળી આવતા જેઓને એલ.સી.બી ઓફીસ લાવી પુછપરછ જેઓ બંન્નેની અલગ-અલગ વારાફરતી પુછપરછ કરતાં તેઓએ ભેગા મળી આ કામના ફરિયાદી આડે પોતાની કાર ઉભી રાખી છરો બતાવી રૂ.૨૫ લાખ આપવા જ પડશે તેમજ અવાર નવાર ફોન કરી ફોનમાં પણ પૈસા આપવા પડશે તેમ ડરાવી ધમકાવી બળજબરીથી પૈસા પડાવવાના હોવાની કબુલાત કરતા તેઓ બન્નેને નિલમબાગ પો.સ્ટે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
પકડાયેલ માણસોઃ-
1. મુબીન ઉર્ફે મુબલો સાદિકભાઈ કુરેશી ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે.વડવા, માઢીયાફળી, નાનજીનો ડેલો, ભાવનગર
2. ગફારભાઈ ઉર્ફે નાનો ગફાર ઉસ્માનભાઈ કાલવા ઉ.વ.૩૭ ધંધો.વેપાર રહે.વડવા, કાછીયાવાડ, ભાવનગર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. મારુતિ કંપનીની સફેદ કલરની સ્વીફટ ડીઝાયર કાર રજી.નં.જીજે ૦૩ ડીજી. ૩૦૯૧
2. ગુન્હામાં ઉપયોગ કરેલ છરો
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
નિલમબાગ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૪૦૦૪૧/૨૦૨૪ IPC ક.૩૮૭, ૩૪૧, ૫૦૬(૨), ૧૧૪
તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ :-
આરોપી મુબીન ઉર્ફે મુબલો સાદિકભાઈ કુરેશી વિરુધ્ધ નીચે મુજબના ગુન્હાઓ દાખલ થયેલ છે.
1) ગંગાજળીયા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૦૦૪૭/૨૦૧૬ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૮૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ વિગેરે
2) ગંગાજળીયા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૦૧૩૯/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫ ઈ
3) નિલમબાગ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૦૦૯૦/૨૦૨૦ પ્રોહી કલમ ૬૬ (૧) બી
4) ગંગાજળીયા પો.સ્ટે સે. ગુ.ર.નં.૦૩૩૪/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૨૪, ૫૦૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
5) ભરતનગર પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૦૩૪૦/૨૦૨૦ પ્રોહી કલમ ૬૬ (૧) બી
6) નિલમબાગ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૦૫૩૪/૨૦૨૨ પ્રોહી કલમ ૬૬ (૧) બી
આરોપી ગફારભાઈ ઉર્ફે નાનો ગફાર ઉસ્માનભાઈ કાલવા વિરુધ્ધ નીચે મુજબના ગુન્હાઓ દાખલ થયેલ છે.
1) નિલમબાગ પો.સ્ટે સે. ગુ.ર.નં.૦૦૬૭/૨૦૧૯ પ્રાણીઓ પ્રત્યે કૃરતા અધિનિયમ :- ૩૩૫, ૩૩૯ વિગેરે મુજબ
2) નિલમબાગ પો.સ્ટે સે. ગુ.ર.નં.૦૨૬૫/૨૦૧૯ હથિયારધારા કલમ ૨૫(૧-B) A મુજબ
3) વડોદરા રેલ્વે પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૦૦૮૯/૨૦૧૯ પ્રોહી.કલમ ૬૫ ઈ, ૧૧૬ બી, ૮૧ મુજબ
4) નિલમબાગ પો.સ્ટે સે. ગુ.ર.નં.૦૪૭૬/૨૦૨૨ પ્રાણીઓ પ્રત્યે કૃરતા અધિનિયમ :- ૧૧(૧)એ વિગેરે મુજબ
5) નિલમબાગ પો.સ્ટે સે. ગુ.ર.નં.૦૯૦૦/૨૦૨૧ પ્રાણીઓ પ્રત્યે કૃરતા અધિનિયમ :- ૧૧(૧) ડી વિગેરે મુજબ
6) ગંગાજળીયા પો.સ્ટે સે. ગુ.ર.નં.૦૬૯૨/૨૦૨૧ પ્રાણીઓ પ્રત્યે કૃરતા અધિનિયમ :- ૬(બી)૨  વિગેરે મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી  કે.એસ.પટેલ,પો.સ.ઈ શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા સ્ટાફના યુસુફખાન પઠાણ,વનરાજભાઈ ખુમાણ,બાબાભાઈ હરકટ,લગ્ધીરસિંહ ગોહીલ,જયદિપસિંહ ગોહીલ,એઝાઝખાન પઠાણ જોડાયેલ હતાં.
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *