bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ-૪૦૭ તથા બિયર ટીન નંગ-૧૦ કિં.રૂ.૧,૨૫,૨૮૭/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી /માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૧/૦૬/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, ’’ચાવડી ગેટ, રામાપીરના મંદિર પાસે પોતાના રહેણાંક મકાનમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીસ દારૂનો જથ્થો લાવી મુકેલ છે.” જે બાતમી આધારે તેના રહેણાંક મકાને રેઇડ કરતાં નીચે મુજબના માણસ ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી તથા પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓ:-
1. હાર્દિક ઉર્ફે બોમ્બ પ્રવીણભાઇ કોળાદરા ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે.શેરી નં.૭, વડવા, ભાવનગર
2. સંકેશ જેન્તીભાઇ ચુડાસમા રહે. ચાવડીગેટ, ભાવનગર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. અંગ્રેજીમાં ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૫૭,૦૨૪/-
2. અંગ્રેજીમાં વ્હાઇટ લેસ વોડકા ૧૮૦ ML બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૨૦,૮૮૦/-
3. અંગ્રેજીમાં વ્હાઇટ લેસ વોડકા ૭૫૦ ML બોટલ નંગ-૧૨ કિ.રૂ.૧૪,૮૫૬/-
4. અંગ્રેજીમાં મેકડોવેલ્સ નં.૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૨૩ કિ.રૂ.૧૯,૦૨૧/-
5. અંગ્રેજીમાં રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૨ કિ.રૂ.૧૧,૨૫૬/-
6. અંગ્રેજીમાં માઉન્ટ્સ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ ML ટીન નંગ-૧૦ કિ.રૂ.૨,૨૫૦/-
7. ડ્રાયવીંગ લાઈસન્સ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧,૨૫,૨૮૭/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ બાવકુદાન કુંચાલા, વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ, માનદિપસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 426

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *