bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને રાજય બહારથી જિલ્લામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૩/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિલભાઇ સોલંકી તથા રાજુભાઇ બરબસીયા પો.કોન્સ., એલ.સી.બી.,ભાવનગરનાંઓને ઇંગ્લીશ દારૂના જથ્થા અંગે મળેલ બાતમી આધારે ભાવનગર,આડોડિયાવાસમાં રેઇડ કરતાં નીચે મુજબનાં માણસોના રહેણાંક મકાનેથી નીચે મુજબનો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

આરોપીઃ-
1. પુજાબેન પ્રદીપભાઇ રાઠોડ (પકડવાના બાકી)
2. પ્રદિપ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ રહે.બંને આડોડિયાવાસ,ભાવનગર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
મેકડોવેલ્સ નં.૧ ડીલકસ વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી ૭૫૦ ML કાચની સીલપેક બોટલ નંગ-૧૨ ભરેલ પેટી-૭ બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- મળી કુલ રૂ.૨૫,૨૦૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરવામાં જોડાયેલ  પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વિઠ્ઠલભાઇ બારૈયા, મહેન્દ્રભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદીયા,ઘનશ્યામભાઇ ગોહિલ,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્રભાઇ બરબસીયા,સંજયભાઇ ચુડાસમા,એજાજખાન પઠાણ,જાગૃતિબેન કુંચાલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *