એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુરમા બાળ તસ્કરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છૅ.રાધનપુર પાલિકા ખાતે SOG ના તપાસ અર્થે ધામા જોવા મળ્યા છૅ.તો ઘટનામાં બાળ તસ્કરી મામલે રાધનપુર નગર પાલિકામાં SOG પોલીસ તપાસ અર્થે પહોંચી હતી અને બાળકના જન્મપ્રમાણપત્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છૅ.
બાળકનું જન્મ પ્રમાણપત્ર રાધનપુર નગર પાલિકા માંથી બન્યું હતું.ત્યારે કયા ડોક્યુમેન્ટ ના આધારે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છૅ. જેને લઈને SOG પોલીસએ તપાસ હાથ ધરી છે.પાટણમાં બાળ તસ્કરી નો મામલો જેમાં જન્મ પ્રમાણપત્ર બાબતે પાલિકા ખાતે sog દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છૅ.તો બાળ તસ્કરી મામલે હજી પણ ઘણા લોકોની સંડોવણી હોવાની શક્યતાઓ છૅ.
પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG) પોલીસ દ્વારા બાળ તસ્કરી મામલે જે બાળકનું ખોટું સર્ટિફિકેટ સાંઈ કૃપા હોસ્પિટલ રાધનપુરમાંથી નોંધાયું હતું. જેને લઈ રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસર અને જન્મ મરણ શાખાના અધિકારી સાથે પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાધનપુરના તાલુકાના કોરડા ગામના નકલી ડો. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી માર્યું હતું. જોકે, તે બીમાર રહેતાં એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું.
આરોપીએ ફરિયાદીને આ બાળકના જન્મનું પ્રમાણપત્ર આપ્યું હતું, તે પ્રમાણપત્રની ફિઝિકલ કોપી સાંઈ કૃપા હોસ્પિટલની હતી. બાળકના ફિઝિકલ જન્મના પ્રમાણપત્રમાં સાંઈ કૃપા હોસ્પિટલના ડોક્ટરની સહી નથી, છતાં રાધનપુર નગરપાલિકામાંથી જન્મનું પ્રમાણપત્ર ઈસ્યુ થયું હતું. જેને લઈ પાટણ જિલ્લા SOG પીઆઈ ઉનાગર સહિત પોલીસ સ્ટાફ રાધનપુર નગરપાલિકા પહોંચ્યો હતો અને ચીફ ઓફિસર અને જન્મમરણ શાખાના અધિકારી સાથે પૂછપરછ કરી હતી.
પાટણ SOG પોલીસ દ્વારા કોર્ટમાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા:-
પાટણ SOG પોલીસ દ્વારા કોર્ટમાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેમાં નગરપાલિકામાંથી આ જન્મનું પ્રમાણપત્ર કોના મારફતે, કેવી રીતે અને સામેવાળી વ્યક્તિને કેટલો આર્થિક લાભ આપીને મેળવ્યું, તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.