Crime

રોકડ રૂ.૭૩,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ૫ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પાલીતાણા,૫૦ વારીયા, ધાર ઉપર પદુભા સરવૈયાનાં મકાન પાછળ ખુલ્લી જાહેર જગ્યામાં ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો જુગાર રમાતો હોવાની મળેલ હકીકત આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-
1. સત્તારભાઇ કાસમભાઇ મહેતર ઉ.વ.૪૨ રહે.ગૌશાળા તળાવ પાસે,પાલીતાણા જી.ભાવનગર
2. મુકેશભાઇ માધુભાઇ ચોસલા ઉ.વ.૪૪ રહે.વડિયા તા.પાલીતાણા જી.ભાવનગર
3. ધર્મેશભાઇ રમેશભાઇ ઉર્ફે ધનજીભાઇ ઝવેરી ઉ.વ.૪૫ ભાટનાં ચોરા પાસે, પાલીતાણા જી.ભાવનગર
4. મહિપતસિંહ ઉર્ફે મહિપાલસિંહ વનરાજસિંહ ગોહિલ ઉ.વ.૪૨  રહે.લક્ષ્મણધામ મંદિર સામે,પાલીતાણા જી.ભાવનગર
5. અશ્વિન હુસૈનભાઇ જુસાણી ઉ.વ.૩૮ રહે.પરિમલ સોસાયટી, અપના પાન પાસે,પાલીતાણા જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૭૩,૦૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં હરેશભાઇ ઉલવા, જયદાનભાઇ લાંગાવદરા, હિરેનભાઇ સોલંકી, બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *