bhavnagarBreaking NewsCrimeGujarat

સુરત ગ્રામ્ય માં થયેલ ચોરી નો ફરાર નાસતો ફરતો આરોપી તેના ગામની બાજુમાંથી ઝડપાયો

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા કર્મચારી ઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પ્રદિપસિંહ ગોહિલ પો.હેડ કોન્સ.ને બાતમી મળેલ કે,સુરત ગ્રામ્ય,કામરેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતાં આરોપી રોહિતભાઇ જગદીશભાઇ પરમાર રહે.ઉડવી તા.જી.ભાવનગરવાળો ભોજાપરા ગામે બસ સ્ટેન્ડમાં ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતા-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ અને સુરત ગ્રામ્ય, કામરેજ પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

નાસતા-ફરતાં આરોપી -રોહિતભાઇ ઉર્ફે છોટુ જગદીશભાઇ પીપળીયા(પરમાર) ઉ.વ.૨૩ ધંધો-મજુરી/હિરા ઘસવાનો રહે.ઉડવી તા.જી.ભાવનગર

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પોલીસ કર્મચારી પ્રદિપસિંહ ગોહિલ,અરવિંદભાઇ મકવાણા,અલ્ફાઝભાઇ વોરા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *