bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમનો સપાટો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૩૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન રાળગોન ગામે આવતાં પો.હેડ કોન્સ. ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે, ભયલુભા ગોહિલ રહે.રાળગોન તા.તળાજા તથા રામભાઇ મનુભાઇ ગોહિલ તથા પ્રવિણભાઇ જયવંતભાઇ ગોહિલ રહે.બંને નાના ખુંટવડા તા.મહુવાવાળાઓ ભયલુભા ટીહુભા ગોહિલની વાડી પાસે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.તેઓ વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-
1. રામભાઇ મનુભાઇ ગોહિલ
2. પ્રવિણભાઇ જયવંતભાઇ ગોહિલ રહે.બંને નાના ખુંટવડા તા.મહુવા જી.ભાવનગર
3. ભયલુભા ટીહુભા ગોહિલ રહે.રાળગોન તા.તળાજા જી.ભાવનગર ( પકડવાનો બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા ૭૫૦ ML બોટલ નંગ-૧૦૬ કિરૂ.૩૧,૮૦૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી એમ.જે.કુરેશી તથા ભદ્દેશભાઇ પંડયા,અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,તરૂણભાઇ નાંદવા,પીનાકભાઇ બારૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *