bhavnagarBreaking NewsCrimeGujarat

ટ્રકમાં મકાઇ ભરેલ કોથળાની આડમાં ભાવનગર શહેરમાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ ઘુસાડવાની કોશિષ કરતાં ઇસમને નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૨ તથા બિયર ટીન-૭૨ કિ.રૂ.૬૬,૧૩૦/-મળી કુલ રૂ.૧૦,૬૬,૧૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ. બી.એચ.શીંગરખીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ગઇકાલ તા.૧૨/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,રમેશભાઇ ઉર્ફે બાદશાહ ગોહેલ રહે.મફતનગર,સ્ટીલ કાસ્ટ પાસે,રૂવાપરી રોડ,ભાવનગરવાળા તેઓના કબ્જા-ભોગવટાના ટ્રક રજી.નંબર- GJ-27-TD 2454માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ઘોઘા ગામથી ભાવનગર તરફ જવાના હોવાની બાતમી આધારે ઘોઘા ગામથી કુડા તરફ જવાના રસ્તે વોચમાં રહેતાં નીચે મુજબના આરોપી નીચે મુજબના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ નાની-મોટી બોટલો તથા બિયર ટીન સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-
રમેશભાઇ ઉર્ફે બાદશાહ તળશીભાઇ ગોહેલ ઉ.વ.૪૫ ધંધો-ડ્રાયવીંગ રહે.મફતનગર, સ્ટીલ કાસ્ટ પાસે,રૂવાપરી રોડ,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ઇમ્પીરીયલ બ્લ્યુ સુપરીયર વ્હીસ્કી ૨ લી. પ્લાસ્ટીકની સીલપેક બોટલ નંગ-૧૦ રૂ.૧૫,૫૦૦/-
2. રોયલ સ્ટેગ ડીલકસ વ્હીસ્કી ૨ લી. પ્લાસ્ટીકની સીલપેક બોટલ નંગ-૦૫ રૂ.૯,૨૫૦/-
3. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ૧ લી. પ્લાસ્ટીકની બોટલ નંગ-૧૮ રૂ.૧૧,૩૪૦/-
4. ડી.એસ.પી.બ્લેક ડીલકસ વ્હીસ્કી ૭૫૦ ML કાચની સીલપેક બોટલ નંગ-૧૧ રૂ.૬,૧૬૦/-
5. ડી.એસ.પી.બ્લેક ડીલકસ વ્હીસ્કી ૧૮૦ ML કાચની સીલપેક બોટલ નંગ-૯૬ રૂ.૧૩,૪૪૦/-
6. કિંગફિશર સ્ટ્રોંગ બિયર ૫૦૦ ML સીલપેક ટીન નંગ-૭૨ રૂ.૧૦,૪૪૦/-
7. આ ટ્રકની કેબીનમાંથી ભુરા-કાળા કલરની ડિઝાઇનવાળી Aristocrat Bag લખેલ ફોલ્ડર ફાઇલમાંથી મળી આવેલ કાગળોની નકલો કિ.રૂ.૦૦/-
8. અશોક લેલન્ડ કંપનીનો રજી.નંબર-GJ-27-TD 2454નો ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૬૬,૧૩૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,અનિલભાઇ સોલંકી,સંજયભાઇ ચુડાસમા,રાજેન્દ્દભાઇ બરબસીયા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *