AhmedabadbhavnagarBreaking NewsCrimeGujarat

વેળાવદર ભાલ વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

આજરોજ તા.૦૮/૦૨/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ પો.હેડ કોન્સ.,એલ.સી.બી., ભાવનગર નાંઓને દેશી હાથ બનાવટની બંદુક અંગે મળેલ બાતમી આધારે ભાવનગર-અમદાવાદ હાઈવે,ગોકુલપરા ગામની સીમમાં બાવળની કાંટમાંથી નીચે મુજબનો ઇસમ નીચે મુજબની દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવેલ.તેની પાસે લાયસન્સ કે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો નહિ હોવાથી દેશી હાથ બનાવટની બંદુક તપાસ અર્થે કબ્જે કરી તેના વિરૂધ્ધ વેળાવદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

મજકુર આરોપીની પુછપરછ કરતા પોતાના જણાવેલ કે,પોતાના જમાઈ મહેમુદભાઈ શેરૂભાઈ છેર રહે.ગુજાર તા.ધંધુકા તથા પોતાના ભાઈના જમાઈ સાંચાભાઈ વિરાભાઈ નથવાણી રહે.ગુંજાર તથા પોતાના માસીનો દિકરો શરીફભાઈ જગુભાઈ લાડક એ રીતેના ત્રણેયે મળી પ્લસર મોટર સાયકલ લઈ બાવળીયારી તથા ગાંગાવાડા સીમ વિસ્તારમાં બંદુક લઈ જનાવરના શિકાર કરવા નિકળેલ.તે દરમ્યાન ફોરેસ્ટના માણસો જોઈ જતા આ ત્રણેય જણા બંદુક અને પ્લસર મોટર સાયકલ સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ હોવાની હકીકત જણાવેલ.જે હકીકત અંગે ખરાઈ કરતા ભાવનાગર,કાળીયાર રાષ્ટ્રીય ઉધાન ખાતે ફોરેસ્ટ ઓફીસર દ્રારા ગઈ તા.૧૦/૦૧/૨૦૨૪ના રોજ નીચે મુજબનો ગુનો અજાણ્યા માણસો વિરુધ્ધ દાખલ કરાવેલ જે અન ડીટેકટ ગુનો પણ ડીટેકટ થયેલ છે.

પકડાયેલ ઇસમ
બદરુ અલારખભાઈ ડફેર ઉ.વ.૬૦ ધંધો.મજુરી રહે.ગુંજાર, તા.ધંધુકા જી.અમદાવાદ

કબ્જે કરેલ મુદ્દામાલ
જામગરી બંદુક દેશી બનાવટની લોખંડના ધાતુના સીંગલ બેરલ ની સાડા ચાર ફુટ લંબાઇની બંદુક કિ.રૂ.૨,૦૦૦/-

પકડાયેલ ઈસમની કબુલાત આધારે ડીટેકટ થયેલ ગુનાની વિગત
વેળાવર ભાલ પો.સ્ટે બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૬૨૪૦૦૦૭/૨૦૨૪ હથિયાર ધારા કલમ :-૨૫ (૧-બી), એ મુજબ

ઉપરોક્ત અન ડીટેકટ ગુનાના કામે પકડવાની બાકી આરોપીઓ
1. મહેમુદભાઈ શેરૂભાઈ છેર રહે.ગુજાર તા.ધંધુકા
2. સાંચાભાઈ વિરાભાઈ નથવાણી રહે.ગુજાર તા.ધંધુકા
3. શરીફભાઈ જગુભાઈ લાડક રહે.ગુજાર તા.ધંધુકા

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,યુસુફખાન પઠાણ,એઝાઝ ખાન પઠાણ,વિશ્વજીતસિંહ ઝાલા,પાર્થભાઈ પટેલ,તથા પ્રધ્યુમનસિંહ ગોહીલ જોડાયેલ હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 135

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *