bhavnagarBreaking NewsCrimeGujarat

મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ફોન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૧૦/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ઘોઘા સર્કલ પાસે આવતા લીલા કલરનો શર્ટ તથા ભુરા કલરનું જીંસ પેન્ટ પહેરેલ એક માણસ જવાહર મેદાન પાછળ,ગોળીબાર હનુમાનજી મંદિર પાસે ઉભેલ છે.જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા અંગેની માહિતી મળતાં બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૩,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.આ મોબાઇલ ફોન વિશે પુછપરછ કરતાં તેણે આ મોબાઇલ ફોન આજથી ચારેક મહિના પહેલાં જવાહર મેદાનમાંથી મેળામાંથી ચોરેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

આ કામનો પકડાયેલ ઇસમ અશોકભાઈ બોઘાભાઈ વાઘેલા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.દેવીપુજકવાસ,એકતા સોસાયટી,શિહોર જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-સેમસંગ કંપનીનો ગેલેક્ષી એફ/૨૩ મોબાઈલ ફોન કિ.રૂ.૧૩,૦૦૦/-

શોધી કાઢેલ ગુન્હોઃ-ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૬૨૩૧૯૪૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં અનિરુધ્ધસિંહ ગોહીલ,બાબાભાઈ હરકટ,એઝાઝખાન પઠાણ જોડાયેલ હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *