Devotional

અંબાજી ખાતે આગામી તારીખ ૧૫ થી ૧૭ દરમિયાન ભવ્ય ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

અંબાજી, સંજીવ રાજપૂત: કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળાનુ અંબાજી ખાતે તારીખ ૧૫/૦૯/૨૦૨૪ થી ૧૭/૦૯/૨૦૨૪ દરમ્યાન ડી. કે. ત્રિવેદી હાઉસની સામે, હડાદ રોડ, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે.

જેમા તારીખ ૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ભાવિન સોલંકી તારીખ ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ ઈન્દિરાબેન શ્રીમાળી તથા તારીખ ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ અરવિંદ વેગડા પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે. આ સિવાય ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય બપોરે ૦૩:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ નો રહેશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભકતો ઉપસ્થિત રહે તેવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

1 of 26

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *