Devotional

ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ

  • અંબાજી, સંજીવ રાજપૂત: શકિતપીઠ અંબાજી ખાતે તારીખ 12 મી સપ્ટેમ્બર થી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે. લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને શીશ નમાવ્યું છે.

દૂર દૂરથી ચાલી આવતાં પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે. ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી.

મા અંબા ના આશીર્વાદથી મેળાના છ દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયા છે , ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટયો હતો.

શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપૂરથી અંબાજી રળિયામણું બન્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માઇ ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ પુષ્પ વર્ષાથી માઇ ભક્તો પુલકિત થઈ ઉઠ્યા હતા. સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગન ભેગી જય નાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી…

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *