Devotional

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતે ફ્લાય દુબઈના કેપ્ટન શ્રી સ્મિથ મછારના સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિથ મછારની તબિયતમાં ઝડપથી સુધારો થાય અને તેઓ વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ બને તે હેતુથી આજે સાંજે ૪:૦૦ કલાકે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા મંદિરના પવિત્ર ચાચર ચોકમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અંબાજી મંદિર સંકુલના સ્ટાફ, અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકો, ઋષિકુમારો તથા પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ એકત્રિત થઈ માતાજીને કેપ્ટન સ્મિથ મછારને ઝડપથી સ્વાસ્થ્યલાભ મળે અને તેઓ તંદુરસ્ત થઈ વહેલી તકે પોતાના કાર્ય પર પરત ફરી શકે તેવી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે કેપ્ટન સ્મિથ મછારના ઝડપથી સ્વાસ્થ્યલાભ માટે આ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જોડાયેલા સૌએ તેમના આરોગ્ય અને સુખાકારી માટે માતાજીના આશીર્વાદની પ્રાર્થના કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝ અને…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *