Election

લોક્સભાના ઉમેદવાર પૂનમબેન માડમની મહેર સમાજ તથા સતવારા સમાજ સાથે બેઠક યોજાઈ

દ્વારકા, સંજીવ રાજપૂત: ૧૨ લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ની મુલાકાત અન્વયે મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.

આ તબબકે કલ્યાણપુર તાલુકાના મહેર સમાજના આગેવાનો સાથે પૂનમબેન માડમએ બેઠક કરીને રાષ્ટ્રસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીવાર જીતાડવા અને મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા અપીલ કરી.

આ ઉપરાંત સતવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ સહકાર અને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી.

આ તબ્બકે, ૧૨ લોકસભા (જામનગર દેવભૂમિ) દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટ મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ખીમભાઇ ભોચીયા, પરબતભાઇ વરુ, માલદેભાઇ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઇ ઓડેદરા, કેશુભાઈ મહેર, પીન્ટુભાઇ અદ્રેજા, કરશનભાઇ મહેર, રમેશભાઈ મહેર, સતવારા સમાજના તા. પ. પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તા. ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા, બક્ષી. મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ પરમાર, જી.પ. કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારીયા, શૈલેષ કણજારીયા, અગ્રણીઓ રતનસીભાઈ કણજારીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઇ ડાભી, મનજી પરમાર સહીત સમાજ ના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *