Helth

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

HPV રસીકરણમાં ગુજરાત પ્રથમ સ્થાને, ગુજરાતની દિકરીઓને મળ્યું કેન્સર સામેનું મજબૂત સુરક્ષા કવચ: પ્રફુલ પાનશેરીયા

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધારાના ૨.૭૨ લાખ ડોઝ ફાળવાયા; ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દર મહિને ૧૪ વર્ષ પૂર્ણ કરતી દીકરીઓને વિનામૂલ્યે અપાશે રસીકરણનો લાભ

ગુજરાત સરકાર રાજ્યની દિકરીઓના સુદૃઢ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સ્ત્રીઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે કિશોરીઓને સુરક્ષિત રાખવા માટે ગત ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં રાજ્યભરની ૬ લાખથી પણ વધુ દીકરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ-HPV રસીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે, તેમ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી સંકલ્પ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે HPV રસીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર કામગીરી કરી છે. ગુજરાતની નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વધુ ૨,૭૨,૦૦૦ HPV રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં દર મહિને ૧૪ વર્ષ પૂર્ણ કરતી તમામ કિશોરીઓને HPV રસી આપવામાં આવશે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ સેવા તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા અને પેટા-જિલ્લા હોસ્પિટલો તેમજ તમામ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. વધુમાં, રાજ્યમાં આટલા વિશાળ સ્તરે રસીકરણ પૂર્ણ થયું હોવા છતાં આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી, જે આ રસીની ગુણવત્તા સલામતી અને અસરકારકતાની સાબિતી આપે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આરોગ્ય મંત્રીશ્રીએ રાજ્યના તમામ વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના ૧૪ વર્ષની દીકરીઓને નિરોગી જીવન માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને કેન્સર સામેનું આ સુરક્ષા કવચ અવશ્ય અપાવે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 9

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *