Breaking NewsLatest

અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના સંજોગોમાં કરાઈ સફળ મોકડ્રીલ

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા લાલદરવાજા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં મોકડ્રીલ યોજવામાં આવી હતી.

.

ફાયર બ્રિગેડના ઓફિસરો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર સ્ટાફ અને ટાસ્ક ફોર્સ દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આગ લાગવાના સંજોગોમાં બેંકના સ્ટાફે રાખવાની સાવચેતી અને વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે આક્સમિક પરિસ્થિતિઓમાં કરવાની કામગીરી અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
આ ફાયર મોકડ્રીલને વધુ લાઇવ બનાવવા માટે બેંકની કેન્ટીન વિસ્તારમાં એલ.પી.જી. ગેસ બ્લાસ્ટની પરિસ્થિતી ઉભી કરીને બિલ્ડીંગના પાંચમા માળથી 4 વ્યક્તિને રેસ્કયુ કરીને બચાવવાના કામગીરીનું ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ. સમગ્ર ફાયર મોકડ્રીલ દ્વારા 600 જેટલા સ્ટાફને ખસેડવાની કામગીરીનું ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *