કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સભાગૃહમાં આયોજિત ભવ્ય મહિલા સંમેલન માં ઉપસ્થિત મુખ્ય વક્તા ડૉ. જાગૃતિબેન પટેલ અને ડૉ ગીતાબેન પટેલ દ્વારા મહિલા જન જાગૃતિ અભિયાન માં સમાજ ના કુરીવાજો વિશે તથા દિકરા દિકરીઓ ના શિક્ષણ આરોગ્ય તથા સામાજિક બાબતે ખૂબ વિસ્તાર પુર્વક સમજણ આપી હતી અને સામાજિક ખર્ચ ઘટાડવા સાથે વ્યસન મુક્તિ જીવન જીવવાની પ્રેરણા આપી હતી દિકરીઓ ને સશક્ત બનવાની સાથે વિધવા બહેનોને પણ દિકરા દિકરીઓ ની ધાર્મિક વિધિ અને વિવિધ સામાજીક પ્રવૃત્તિઓ માં સામેલ થઈ કામ કરવાની પ્રેરણા આપી હતી બંને વક્તાઓએ ખુબ સુંદર વક્તવ્ય આપી સમાજ ઉત્કર્ષ માટે હાકલ કરી હતી…આ મહિલા સંમેલન માં સન્માનીય આમંત્રિત મહેમાનો સમારંભ ના અધ્યક્ષ શ્રીમતી હસુમતીબેન પટેલ તથા ઉદ્ઘાટક શ્રીમતી નીરુબેન પટેલ શ્રીમતી અનિતાબેન પટેલ મુખ્ય મહેમાન શ્રીમતી રેખાબેન પટેલ તથા શ્રીમતી હીનાબેન પટેલ તથા શ્રીમતી છાયાબેન પટેલ અતિથી વિશેષ ચેતનાબેન પટેલ તથા મનીષાબેન પટેલ અને વિશેષ માં ડે.કલેકટર શ્રીમતી ખ્યાતિ પટેલ ઉપસ્થિત રહી પ્રસંગોપાત વક્તવ્ય આપ્યું હતું…. ઉપસ્થિત મહેમાનો એ સંમેલનમાં દાનની સરવાણી વહાવી હતી… ખુબ મોટી સંખ્યામાં સમાજમાંથી દિકરીઓ બહેનો તથા માતૃશક્તિ ઉપસ્થિત રહ્યા હતા…અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ચાર કલાકથી વધુ સમય સુધી વક્તવ્ય સાંભળી શિસ્તબદ્ધ રીતે સહકાર આપી સંમેલન ને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું… સંમેલનમાં એમબીબીએસ પુર્ણ કરેલ દિકરીઓ પીએસઆઇ અને રમતગમત ક્ષેત્રે ગુજરાત અને નેશનલ ક્ષેત્રે સીધ્ધી મેળવનાર દિકરીઓ નું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું… ભોજન પ્રસાદ ની વ્યવસ્થા માં ડુઘરવાડા ગામના યુવાનો અને વડીલો એ જવાબદારી પુર્વક સેવા આપી હતી અને મહિલાઓ ની વ્યવસ્થા માં સ્વામિનારાયણ સંસ્થાની સેવિકા ઓએ નિભાવી હતી… સમગ્ર કાર્યક્રમનું ખુબ સુંદર આયોજન શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા હોદ્દેદારો અને કારોબારી સભ્યો તથા સેવાભાવી વડીલો અને યુવાનો એ કર્યું હતું … અંતે કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતી….જેવો સફળ રહ્યો હતો…