મહુવા તાલુકા કાળેલા ગામ અને આજુબાજુના ગ્રામજનો દારા લાંબા સમયથી નરેગા અંતર્ગત રાહતની માંગણી કરવામાં આવેલ હતી અને વારંવાર અરજી અને રજૂઆત કરવામાં આવેલ હતી એના માટે મહેશભાઈ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામના માર્ગદર્શન હેઠળ કાળેલા ગામના હસુભાઇ ગોડકીયા અને પ્રકાશભાઈ વડેચા અને બીજા બધા ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો અંદાજિત 200 થી વધારે લોકો દારા મહુવા તાલુકા પંચાયતમા તાલુકા વિકાસ અધિકારીની સમક્ષ રૂબરૂ મુલાકાત લીધી અને વર્તમાન સ્થિતિ અંગે જણાવવ્યું અને જો ટૂંક સમયમાં આનું નિવારણ નહિ આવે તો તાલુકા પંચાયત મહુવા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી અને તાલુકા વિકાસ અધિકારી દારા બે દિવસની અંદર નરેગા અંતર્ગત કામની ફાળવણી કરી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવે છે
રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર