Breaking NewsLatest

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં કોવિડ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નવી નીતિ પ્રમાણે 15 થી 18 વર્ષ ની વયના વિદ્યાર્થીઓ માટે રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્ય કેન્દ્ર ભેંસાવાડાના મેડિકલ ઓફિસર ડો.મૌલિકભાઈ પ્રજાપતિ તથા તેમના આરોગ્યકર્મીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.જેમાં 40 વિદ્યાર્થીઓ એ તેનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ,યુવા સંકલ્પ તથા રાષ્ટ્રીય સેવા યોજના ના ધનસુરા કોલેજના એકમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના હોદ્દેદાર શ્રી ગોપાલ ભાઈ ઠેકડી તથા અતુલભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *