મેડિકલ કોલેજના છાત્રો ધ્વારા ૧૬૦ યુનિટનું રક્તદાન કરાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગરની બ્લડ બેન્ક ખાતે નેશનલ મેડીકો ઓર્ગેનાઇજેશન અને રોટરીક્લબના સહયોગથી રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં મેડિકલ કોલજના વિધાર્થી અને વિધાર્થીનીઓ ધ્વારા ઉત્સાહ પૂર્વક રક્તદાન કરાયું હતું . આ રક્તદાન શિબિરમાં મેડિકલ કોલેજના છાત્રો ધ્વારા અભૂતપૂર્વ ૧૬૦ યુનિટનું રક્તદાન કરાયું હતુ. જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ હીંમતનગરની બ્લડ બેન્ક નિયમિત રીતે રક્તદાન શિબિરો યોજાતી રહે છે. આ પ્રસંગે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આશિષ કતારકર, ડોં.મયુર ગાંધી, આર.એમ.ઓ, ડોં.એન.એમ શાહ , પેથોલોજી વિભાગના વડા ડો.પરેશ શિલાદરીયાએ આવા રક્તદાન વડે જરૂરિયાતના સમયે રક્ત આપીને જીવન બચાવી શકાય તે વિષેની મહત્વતા વિધ્યાર્થીઓને સમજાવી હતી. આ રક્તદાન શિબિરમાં,ઇન્ટર્ન ડોક્ટર, બ્લડ બેન્કનો તમામ સ્ટાફ તેમજ મેડિકલ કોલેજના તમામ છાત્રો ઉપસ્થિત રહી આ રક્તદાન શિબિરમાં સહભાગી થયા હતા.