Breaking NewsLatest

જામનગરમાં કોવિડ હોસ્પિટલની સામેની હોસ્ટેલમાં આગ લાગી ફાયર વિભાગે મેળવ્યો આગ પર કાબુ. લોકોએ હાશકારો અનુભવ્યો.

જામનગર : શહેરની જી.જી.હોસ્પિટલમાં ગયા મહિને લાગેલી આઇસીસીયુ. વિભાગની આગ હજુ તપાસમાં સળગી રહી છે ત્યાં જ કોવિડ હોસ્પિટલની સામે આવેલ પીજી હોસ્ટેલના પ્રથમ માળના એક રૂમમાં આગ લાગતા વધુ એક વખત દોડધામ મચી જવા પામી હતી. આગની ગંભીરતાને ધ્યાને રાખી ફાયરની બે ગાડીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ મામુલી આગ હોવાના કારણે નાના સાધનો વડે જ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.

કોવિડ હોસ્પિટલ સામેના ઓલ્ડ પીજી હોસ્ટેલના રૂમ નં.28 માં ઇલેકટ્રીક સગડીમાં શોર્ટ શર્કિટ થતાં આગનું છમકલું થયું હતું. શોર્ટ શર્કિટના કારણે લાગેલી આગ રૂમના લાકડાના ટેબલને સ્પર્શી જતાં ધૂમાડાના ગોટેગોટા નિકળ્યાં હતાં. જો કે આ આગ વધુ ફેલાય તે પૂર્વે ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો બે ફાયર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો અને તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે આઇ.સી.સી.યુ. વિભાગની આગ લાગવા પાછળનું કારણ જૂનું લાકડાનું ફર્નિચર અને જૂનું ઇલેકટ્રીક વર્ક હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું અને હોસ્ટેલમાં પણ આ જ પરિસ્થિતિ હોવાનું સ્પષ્ટ થયું છે. ત્યારે વધુ એક મોટી આગની ઘટના ગંભીરરૂપ ધારણ કરે તે પૂર્વે જ તંત્રએ જૂનું વાયરીંગ લાકડાનું ફર્નિચર હટાવી લેવાની લોક માંગ ઉઠવા પામી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *