Breaking NewsLatest

નૃત્યકાર શ્રી બિરજુ મહારાજને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ભાવનગર

નૃત્યકાર શ્રી બીરજુ મહારાજનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે તેને શ્રદ્ધાંજલિ આપતાં પૂજ્ય મોરારીબાપુએ કહ્યું કે જેને આપણે સૌ કથ્થકનૃત્યના પર્યાય ગણીએ છીએ તેવાં પદ્મવિભૂષણથી વિભુષિત શ્રી.પંડિત બિરજુ મહારાજની વિદાયના સમાચાર મળ્યા.એમની સાથે બહુ જુનો નાતો રહ્યો છે. શ્રી ચિત્રકૂટ ધામમાં હનુમંત મહોત્સવમાં તલગાજરડા ખાતે પોતાની કલા પ્રસ્તુતિ માટે જ્યારે પણ વિનંતી કરવામાં આવી ત્યારે તેઓ હંમેશા ઉપસ્થિત રહ્યાં છે. તેમની સાદગી અને સાલસતા પણ એવાં જ ! તેમની સાથે તલગાજરડાનો વિશેષ સંબંધ રહ્યો છે. નૃત્ય ઉપરાંત ગાયન અને વાદન સાથે પણ તેઓ જોડાયેલાં હતાં.
બાપુએ ઉમેર્યું કે આવી મહાન વ્યક્તિની વિદાયના સમાચાર મળ્યાં છે ત્યારે એમની ચેતનાને પ્રણામ કરું છું અને  એમના નિર્વાણ માટે પ્રાર્થના કરું છું. એમનો અંગત પરિવાર અને બહોળા શિષ્ય પરિવાર તરફ મારી દિલસોજી તેમજ સંવેદના વ્યક્ત કરું છું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *