Breaking NewsLatest

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ડાંગ મુલાકાતને લઈને વહીવટી તંત્રમાં ધમધમાટ ; શ્રેણીબદ્ધ બેઠકો સાથે તડામાર તૈયારીઓ કરાઈ શરુ

આહવા: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૪થી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ સાથે કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે શ્રેણીબદ્ધ બેઠકોનો દોર શરુ કર્યો છે.

ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ સંબંધિત કામગીરીમાં જોતરાઈ ગયા છે. આહવા નજીક લશ્કરીયા ખાતે આયોજિત થનારા કાર્યક્રમ સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગોના અધિકારીઓએ તેમના હસ્તકની કામગીરીનો પ્રારંભ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, આગામી તા.૪/૧/૨૦૨૦ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડાંગ જિલ્લાના પાણી પુરવઠા બોર્ડ સહીત અનેકવિધ વિભાગોના વિકાસ કામોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામા આવનાર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *