Breaking NewsLatest

“રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન: અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરીને વધુ વેગવંતી બનાવતા સશસ્ત્ર દળોના જવાનો..

અમદાવાદ: અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ICU અને નોન- ICU બંને પ્રકારાના દર્દીઓની અવિરત સંભાળ રાખવા માટે નોંધનીય સંખ્યામાં તબીબી સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે.

દર્દીઓ અને ડૉક્ટરોના ઉંચા રેશિયો અને વધુ વિશેષજ્ઞોની ઉપલબ્ધતાના કારણે દર્દીઓના અનમોલ જીવ બચાવવા સાથે અહીં સકારાત્મક પરિણામો પહેલાંથી જ જોવા મળી રહ્યાં છે.

અથાક જુસ્સા અને ઉત્સાહ સાથે શ્રીમતી અંજુ શર્મા, IAS એકંદરે આ પ્રયાસોનું સંકલન કરી રહ્યાં છે. ગુજરાતમાં લોકોને સેવા પૂરી પાડવા માટે નાગરિક-સૈન્ય સંકલનના સ્પષ્ટ પરિણામો જોવા મળી રહ્યાં છે.

ભારતીય સૈન્ય તરફથી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં મુખ્ય સંયોજક, અમદાવાદ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) પરિસ્થિતિના અપડેટ અંગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને મળ્યા હતા જ્યાં તેમણે રાજ્યના સૌથી વરિષ્ઠ ટોચના અધિકારીને ભારતીય સશસ્ત્ર દળોના પ્રયાસોમાં કરવામાં આવેલી નોંધપાત્ર વૃદ્ધિ વિશે માહિતી આપી હતી અને ભારતીય સશસ્ત્ર દળના ‘હર કામ દેશના નામ’ સિદ્ધાંતનું દરેક દ્વારા પાલન થવાની ખાતરી આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *