કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા ઉજવવામાં આવેલ “75માં આઝાદીના અમૃત મહોત્સવ, ગામડાઓમાં પર્યાવરણ નો ઉત્સવ” ની અનોખી પહેલ માં સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સાબર ડેરી, હિંમતનગર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના 30 ગામડાઓને દત્તક લઈ સ્વચ્છ ગામ અંતર્ગત પ્લાસ્ટિક કચરાના એકત્રિકરણ અને વ્યવસ્થાપન માટે ના પ્રયાસો થકી “સ્વચ્છ ગુજરાત,હરિયાળુ ગુજરાત” ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઉજવવા માં આવેલ કાર્યક્રમ માં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (મા. મુખ્યમંત્રી શ્રી ગુજરાત, તથા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (મંત્રી શ્રી રાજ્ય કક્ષા વન અને પર્યાવરણ વિભાગ) ના હસ્તે શ્રી અનિલકુમાર બયાતી (ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સાબરડેરી) તથા શ્રી પ્રવીણભાઈ પટેલ (જનરલ મેનેજર શ્રી, સાબરડેરી) ને પ્રશસ્તિ પત્ર થી સન્માનિત કરવામાં આવેલ હતા.