Breaking NewsLatest

સાબરડેરી કર્મચારી સહકારી મંડળી ના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જ્યંતી મહોત્સવ યોજાયો

અરવલ્લી
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ની શ્વેતક્રાંતિ તરીકે ઓળખાતી સાબરડેરી ના કર્મચારીઓ ની કર્મચારી મંડળી ની સ્થાપના થયા ના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જ્યંતી મહોત્સવ સાબરડેરી ઓડિટોરિયમ હોલ ખાતે સાબરડેરી તેમજ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેનશ્રી શામળભાઈ બી પટેલ ના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ સુવર્ણ જ્યંતી મહોત્સવ માં સોવેનિયર વિમોચક જેઠાભાઇ પી પટેલ ચેરમેનશ્રી માર્કેટિંગ યાર્ડ હિંમતનગર ના હસ્તે કરવામાં આવ્યો હતો સાબરડેરી કર્મચારી સહકારી મંડળી દ્વારા કર્મચારીઓ ના હિત માટે નજીવા દરે કર્મચારીઓ ને લોન તેમજ કર્મચારીઓ ની ફિક્સ ડિપોઝીટ પર આકર્ષક વ્યાજ આપી કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવા અનેક સેવાકીય કર્યો સાથે જાહેર જનતા ના હિતાર્થ માટે પણ દિવાળી સમયે શુદ્ધ ઘી ની મીઠાઈ વિતરણ તેમજ દૂધ વિતરણ વ્યવસ્થા કરવામાં અગ્રેસર રહી સેવાઓ કરતી હોય છે સભાસદો ના સુખ દુઃખમાં હર હમેશાં ખડેપગે ઉભી રહી સેવાઓ પુરી પાડતી હોય છે સુવર્ણ જ્યંતી સમારોહ માં સાબરડેરી ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કર્મચારી મંડળી ના ચેરમેનશ્રી નારાયણભાઈ એલ પટેલ, વાઇસ ચેરમેનશ્રી અજીતભાઈ પટેલ તેમજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જીગરભાઈ પટેલ તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કર્મચારીઓ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા છેલ્લા એક માસ થી વધુ સમય થી કમરક્સી હતી આ સમારોહમાં કર્મચારી મંડળી માં ભુતપૂર્વ ચેરમેનશ્રીઓ નું અભિવાદન સાબરડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશ કુમાર ડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં સાબરડેરી ના ડીરેકટર જ્યંતીભાઈ બી પટેલ, કનુભાઈ એમ પટેલ ,જશુભાઈ પટેલ, કાંતિભાઈ એસ પટેલ ,મણીભાઈ આઈ પટેલ , સાબરડેરી ના મેનેજીંગ ડિરેકટર બાબુભાઈ એમ પટેલ સહકારી મંડળી રજીસ્ટાર સહિત સાબરડેરી ના તમામ ડિરેક્ટરશ્રીઓ અને સાબરડેરી ના સમગ્ર વિભાગો ના વિભાગીયવડા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ કોવિડ 19 ની ગાઈડલાઈન ના નીતિનિયમો ને અનુસરીને યોજવામાં આવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *